/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પ્રાથમિક શિક્ષક સામે આચાર સહિતા ભંગ બદલ પગલા લેવા ડીઈઓને રજૂઆત

દાહોદ આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલી બની જતા સરકારી કર્મચારીઓ તેમજ અધિકારીઓની કેટલીક પ્રવૃત્તિઓ પર રોક લાગી જતી હોય છે. અને તેઓને આદર્શ ચૂંટણીની આચાર સંહિતા તેમજ ગુજરાત કર્મચારી વર્તણૂક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું તેઓની ફરજમાં આવતું હોય છે. ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બે દિવસ અગાઉ પ્રદેશ ભાજપા પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા પાર્ટીના એક પ્રચાર કાર્યક્રમમાં પોતાની નૈતિક ફરજ ભૂલી ગુજરાત કર્મચારી વર્તણુક નિયમોની તેમજ આદર્શ ચૂંટણી આચાર સંહિતા ની એસીતેસી કરી ભાજપ પાર્ટીના સિમ્બોલવાળો ખેસ તેમજ ટોપી પહેરી જિલ્લાની એક પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા એક સરકારી કર્મચારી હાજર રહેતા જિલ્લાના કેટલાક જાગૃત નાગરિકોએ આ અંગે લેખિતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરી તે સરકારી કર્મચારી સામે કાયદેસરના તાત્કાલિક પગલાં લેવાની માગણી કરતા જિલ્લાના શિક્ષક આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જાગૃત નાગરિકોએ પોતાના હસ્તાક્ષરવાળી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરેલ લેખિત રજૂઆતમાં જણાવાયુ છે કે, આપના તાબાની ફતેપુરા તાલુકાની ફતેગડી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પુનાભાઈ પારગી ગત તારીખ ૮- ૪- ૨૦૨૪ ને સોમવારના રોજ ઝાલોદ મુકામે ગોયલ પેલેસ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ એક રાજકીય પ્રચાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને તે કાર્યક્રમના આયોજક એવી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ વાળો ખેસ તથા ટોપી પહેરી એ પક્ષના કાર્યકરની જેમ કામ કરતા જાહેર જનતાએ તેઓને જાેયા હતા. આ ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં આપના તાબાનો એક સરકારી કર્મચારી ગુજરાત કર્મચારી વર્તણૂક નિયમોનો અને ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ આદર્શ ચૂંટણી આચારસંહિતાનો સરેઆમ ભંગ કરતો હોય એ બાબત આપની કચેરી અને આપના માટે ખૂબ જ શરમજનક છે. જેથી આપ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ આદર્શ ચૂંટણી આચાર સંહિતા અને ગુજરાત કર્મચારી વર્તણૂક નિયમોના સરેઆમ ભંગ બદલ ઉપરોક્ત સરકારી કર્મચારી ઉપર લેવામાં આવતા કાયદેસરના પગલાં તાત્કાલિક લઈ પોતાની ફરજ પ્રત્યે ઈમાનદારી દાખવશો એવી અપેક્ષા રાખી માંગણી કરવામાં આવી છે. ત્યારે આ સરકારી કર્મચારી સામે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કોઈપણ પ્રકારના રાજકીય દબાણમાં ન આવી પોતાની સંનિષ્ઠ ફરજમાં નૈતિકતા દાખવી ક્યારે અને કેવા પગલાં લેશે તે હવે જાેવું રહ્યું!!! આ લેખિત રજૂઆતની એક એક નકલ દાહોદ લોકસભા બેઠકના ચૂંટણી રિટર્નિંગ ઓફિસર કલેકટર દાહોદ લોકસભા બેઠકના ઓબ્ઝર્વર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ફતેપુરાને રવાના કરવામાં આવતા આ પ્રાથમિક શિક્ષકનો આ ચર્ચાસ્પદ મુદ્દો હાલ જિલ્લા ફલક પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સરકારી કર્મચારી આચારસંહિતાનો ભંગ ના કરી શકે

• શિક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે તેવી ચોક્કસ માહિતીની જાણ અમો પાસે નથી.અને આ બાબત સત્ય હશે તો તે કર્મચારી સામે યોગ્ય પગલા ભરવામાં આવશે.

• આરત સિંહ બારીયા ડી.પી.ઈ.ઓ

• અમારા તરફથી તમામ શિક્ષકોને જાણ કરી દેવામાં આવેલ છે કે,કોઈએ આચાર સંહિતાનો ભંગ કરવો નહીં. છતાં સોશિયલ મીડિયામાં ફરતા ફોટા મેં જાેયા છે.પરંતુ મારી ટ્રાન્સફર થઈ ગયેલ હોય માટે હું હજી નામજાેગ કે ફેસ ઉપરથી તે કર્મચારીને ઓળખતી નથી.અને આ બાબત સત્ય હશે તો તેવા કર્મચારી સામે પગલા ભરવામાં આવશે.

• જીજ્ઞાબેન અમૃતિયા,ટી.પી.ઇ.ઓ

• મારા સેજા માં આવતી તમામ પ્રાથમિક શાળાઓમાં આચાર સંહિતાના ભંગ વિશે તમામ શિક્ષકોને વોર્ડ શોપ ગ્રુપના માધ્યમથી જાણ કરી દેવામાં આવેલ છે.જાે કોઈ શિક્ષક કર્મચારી આચારસંહિતાનો ભંગ કરશે તો તે કર્મચારીને પોતાની જવાબદારી રહેશે તેવી જાણ અમોએ કરી દીધેલ છે.

• શૈલેષ.આર.મહીડા,સી.આર.સી વાગડ

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution