મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માટે ઈ-સાઈન માન્ય કરાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જાન્યુઆરી 2023  |   45342

ગાંધીનગર રાજ્યના ખેડૂતોને અન્ય જગ્યાએ જમીન લેવા માટે મેળવવા પડતા ખાતેદાર પ્રમાણપત્ર માટે સંબંધિત અધિકારીઓએ દ્વારા અપાતાં ખેડૂત પ્રમાણપત્રની ઓનલાઈન પ્રક્રિયા કરાઇ છે. તેના વધુ સરળીકરણ કરીને હવે મહેસૂલ વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપનાર અધિકારીની ઈ-સાઈનને માન્ય રાખવાનો ર્નિણય કરાયો છે. તેમજ નકલની ખરાઈ માટે પ્રમાણપત્ર પર ક્યૂઆર કોડ પર લગાવવામાં આવશે. ખેડૂતોને ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટેની પ્રક્રિયાને રાજ્ય સરકાર દ્વારા હવે ઓનલાઈન કરી દેવામાં આવી છે. જેના કારણે ખેડૂત ઓનલાઈન અરજી કરે ત્યારે તેની વિગતોની ચકાસણી કરીને સંબંધિત મહેસૂલ અધિકારી દ્વારા ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવામાં આવે છે. હાલમાં આ સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરી દેવામાં આવી છે, તેમ છતા હાલની પદ્ધતિ અનુસાર પ્રમાણપત્ર ઓનલાઈન જનરેટ થાય તે પછી તેમાં ફિઝિકલી સહી કર્યા બાદ ફરીથી ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે અથવા તો પત્ર દ્વારા ખેડૂતને પ્રમાણપત્ર મોકલવામાં આવે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution