90 રુપિયાના પેટ્રોલમાં 60 રુપિયા ટેક્સ, સરકાર શોષણ કરી રહી છેઃ સુબ્રમણ્યમ સ્વામી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, ડિસેમ્બર 2020  |   3465

દિલ્હી-

અર્થતંત્રમાં સુસ્તી વચ્ચે પણ પેટ્રોલના ભાવમાં આગ લાગેલી છે.સંખ્યાબંધ શહેરોમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ 90 રુપિયા સુધી પહોંચી ચુક્યો છે અને લોકોના ખિસ્સા પર ભાર પડી રહ્યો છે.

પેટ્રોલના ભાવવધારા સામે હવે મોદી સરકારનો તેમની જ પાર્ટી ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ વિરોધ કર્યો છે. ડો.સ્વામીનુ કહેવુ છે કે, આ સમયે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 90 રુપિયા થઈ ગઈ છે .હકીકત એ છે કે, પેટ્રોલની રિફાઈનરીમાંથી નિકળ્યા બાદની કિંમત પ્રતિ લિટર 30 રુપિયા હોય છે.જેમાં બીજા 60 રુપિયાનો ટેક્સ સરકાર દ્વારા ઝીંકવામાં આવે છે.ખરેખર તો પેટ્રોલનો વધારેમાં વધારે ભાવ પ્રતિ લિટર 40 રુપિયા હોવો જાેઈએ.

સ્વામીએ કહ્યુ હતુ કે, સરકાર પેટ્રોલના ભાવ વધારીને લોકોનુ શોષણ કરી રહી છે.જાેકે સ્વામીનુ સૂચન સોશ્યલ મીડિયા પર ઘણાને પસંદ આવી રહ્યુ છે અને ઘણા તેનો વિરોધ પણ કરીને સવાલો પૂછી રહ્યા છે. જાેકે પહેલી વખત નથી બન્યુ કે ડો.સ્વામીએ પોતાની સરકારની નીતિઓનો વિરોધ કર્યો હોય.આ પહેલા પણ તેઓ ઘણી વખત જાહેરમાં મોદી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી ચુક્યા છે. 


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution