લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુન 2026 |
5742
ધારાસભ્યો પછી હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ પણ મમતાનો સાથ છોડી દીધો છે. ન્યૂઝ એજન્સી અનુસાર, લોકસભાના ૨૮ સાંસદોમાંથી ૨૦ સાંસદોએ NDA સરકારને સમર્થન આપવાનો ર્નિણય કર્યો છે. સાંસદ અનેTMCના પૂર્વ નેતા કાકોલી ઘોષે પણ સોમવારે આ જ દાવો કર્યો. તેમણે જણાવ્યું કે ૨૦ સાંસદોએ NDA ને સમર્થન આપવાનો ર્નિણય કર્યો છે. આ અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર પણ મોકલી દેવામાં આવ્યો છે. તેમાંથી ૧૧ સાંસદોએ સોમવારે બપોરે કેન્દ્રીય મંત્રી અને મ્ત્નઁના બંગાળ પ્રભારી ભૂપેન્દ્ર યાદવના ઘરે મીટિંગ કરી. આ દરમિયાન બંગાળના ઝ્રસ્ શુભેન્દુ અધિકારી પણ તેમને મળવા પહોંચ્યા. આ બેઠકમાં લોકસભા સાંસદ કાકોલી ઘોષ, શતાબ્દી રોય, અબુ તાહિર, અરુપ ચક્રવર્તી, ખલીલુર રહેમાન, શર્મિલા સરકાર, અસિત મલ, કાલીપદ સોરેન, જગદીશ બસુનિયા અને પ્રસુન બેનર્જી હાજર રહ્યા.
લોકસભામાંTMCના હાલ ૨૮ અને રાજ્યસભામાં ૧૩ સાંસદો છે. આ પહેલા ૩ જૂને બંગાળના ૮૦માંથી ૫૮ ધારાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે. આ જૂથે ઋતબ્રતને પોતાના નેતા બનાવ્યા છે. ન્યૂઝ એજન્સી અનુસાર,TMCના ૨૦ સાંસદોની રવિવારે મોડી રાત્રે દિલ્હીના એક અજાણ્યા સ્થળે અનૌપચારિક બેઠક પણ થઈ. તેમાં સાંસદોએ વર્તમાન નેતૃત્વ વ્યવસ્થાને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો.
સોમવારે આ બેઠકની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી. ઘણાTMC સાંસદો એક ટેબલની આસપાસ બેઠેલા દેખાઈ રહ્યા છે. તે સમયે એક સાંસદના ફોટો પાડવા પર વિવાદ પણ થયો. તેમાં સુખેન્દુ શેખર પણ બેઠેલા દેખાઈ રહ્યા છે.TMC ના વરિષ્ઠ નેતા સુખેન્દુ શેખરે રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું અને પાર્ટી પણ છોડી દીધી. રાજીનામા પત્રમાં તેમણે મમતાના ૧૫ વર્ષના અરાજક શાસનને પાર્ટીની હારનું પરિણામ ગણાવ્યું હતું અને ભાજપના વખાણ કર્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને સુખેન્દુ શેખરનું રાજીનામું મંજૂર કરી લીધું છે. સુખેન્દુએ રાજીનામા પછી મીડિયાને કહ્યું હતું કે પાર્ટીના ઘણા લોકો મમતા મનસ્વી રીતે પાર્ટી ચલાવી રહ્યા હતા, આ જ કારણોસર તેમણે રાજીનામું આપી દીધું.