સિનિયાકોવા અને ટાઉનસેન્ડ જાેડી WTA ફાઇનલ્સ ડબલ્સ ચેમ્પિયન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, નવેમ્બર 2026  |   3564


કેટેરિના સિનિયાકોવા અને ટેલર ટાઉનસેન્ડે શાનદાર પ્રદર્શન કરીને સારા એરાની અને જાસ્મીન પાઓલિનીને સીધા સેટમાં ૬-૪, ૬-૩ થી હરાવ્યા. આ વિજય સાથે, બંને ખેલાડીઓએ એક ટીમ તરીકે તેમનો પ્રથમ WTAફાઇનલ્સ ડબલ્સ ટાઇટલ જીત્યો. આ ટાઉનસેન્ડનું પહેલું WTA ફાઇનલ્સ ટાઇટલ હતું અને સિનિયાકોવાનું બીજું ટાઇટલ હતું. સિનિયાકોવાએ અગાઉ ૨૦૨૧ માં બાર્બોરા ક્રેજકોવા સાથે ચેમ્પિયનશિપ જીતી હતી. સિનિયાકોવા અને ટાઉનસેન્ડનો ટીમ તરીકે સતત ત્રીજાે WTA ફાઇનલ્સ દેખાવ હતો. તેઓ ૨૦૨૪ માં રનર-અપ રહ્યા અને ગયા વર્ષે સેમિફાઇનલમાં પહોંચ્યા. સિનિયાકોવા અને ટાઉનસેન્ડે આ સિઝનમાં રોલેન્ડ ગેરોસ (ફ્રેન્ચ ઓપન), યુએસ ઓપન, મેડ્રિડ, મિયામી અને ઇન્ડિયન વેલ્સ ખાતે એકસાથે ટાઇટલ જીત્યા બાદ તેમના સંગ્રહમાં વધુ એક (છઠ્ઠી) ટ્રોફી ઉમેરી છે. ટીમ તરીકે આ તેમનું નવમું ટાઇટલ છે. આ સિનિયાકોવાનું ૪૦મું અને ટાઉનસેન્ડનું ૧૮મું ટૂર-લેવલ ડબલ્સ ટાઇટલ છે.એરાની અને પાઓલિની પણ સતત ત્રીજી વખત સીઝનની આ અંતિમ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા હતા,

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution