આયુર્વેદમાં દરેક બિમારીનો ઇલાજ છુપાયેલો છે અને આપણુ રસોડુ એ જ આયુર્વેદનુ દવાખાનુ છે. જ્યારે તમને લોહી નીકળે છે ત્યારે મમ્મી રસોડામાંથી હળદર લાવીને લગાવી દે છે જેનાથી લોહી નીકળતુ બંધ થઇ જાય છે. તેવી જ રીતે મસાલિયામાં રહેલી દરેક ચીજ આપણા શરીર માટે ફાયદાકારક છે. નાનકડી દેખાતી મેથી પણ શરીર માટે લાભકારક છે.

મેથી સ્વાદમાં થોડી કડવી હોય છે પરંતુ તેના ફાયદા અઢળક છે. આયુર્વેદ પ્રમાણે મેથીના દાણા સ્વાદમાં કડવા, તીખા, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવા, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે તત્વો આવશ્યક માત્રામાં રહેલાં છે. તો આજે આપણે આ નાનકડા દાણાનાં મસમોટા ફાયદા જોઇએ.

મેથીના ફાયદા

એક કપ ઉકળતા પાણીમાં મેથીના દાણા ઉમેરી લો. તેમા તજ અને પીસેલું આદું ઉમેરો. આ ચા પીવાથી બલ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને ખાવાનું સહેલાઇથી પચી જાય છે

અંકુરિત મેથીમાં વિટામીન અને મિનરલ્સ હોય છે તેને સવારે ખાલી પેટે ખાવાથી વજન ઓછું થાય છે.

મેથી વાયુને દૂર ભગાડે છે અને ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.

મેથીનાં દાણા ખાવાથી કે તેનો પાવડર પાણી સાથે ફાકી જવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત જે લોકોને વધારે ભૂખ લાગે છે તે લોકોએ વારંવાર મેથીના દાણા ખાય તો તે લોકોને ભૂખ લાગવાની સમસ્યા ઓછી થઇ જાય છે અને તેમા ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે.

એક કપ ગ્રીન ટીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરો. તેમા ઉપરથી મેથીનો પાવડર ઉમેરી રોજ ભૂખ્ય પેટે પીવાથી સડસાડાટ તમારુ વજન ઘટવા લાગશે. વાયુને દૂર કરે છે.