આગરા ખાતેની આકાશ ઇન્સ્ટિ.માં શોર્ટ સર્કિટથી ધૂમાડો : ૧૦૦ વિદ્યાર્થીઓ દોડીને બહાર નીકળ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુન 2026  |   1287


આગ્રામાં મંગળવારે સવારે ૧૧.૧૫ વાગ્યે આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં શોર્ટ સર્કિટ બાદ ધુમાડો નીકળ્યો. બેઝમેન્ટમાંથી નીકળેલા ધુમાડાને જાેઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગભરાઈ ગયા. અફરાતફરી વચ્ચે બધા તરત જ ભાગીને રસ્તા પર આવી ગયા. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થઈ નહીં. આ દરમિયાન ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ કોચિંગમાં અભ્યાસ કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, બેઝમેન્ટમાંથી અચાનક ધુમાડો નીકળતો દેખાયો. લોકો ચીસો પાડવા લાગ્યા. શિક્ષકોએ તાત્કાલિક તમામ વર્ગો ખાલી કરાવ્યા. ત્યારબાદ કોઈએ વીજળીની મેઈન લાઈન કાપી નાખી. પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર વિભાગના અધિકારીઓ કોચિંગ સેન્ટર પહોંચ્યા. તપાસ કરી.

સોમવારે લખનઉના એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ૧૫ લોકોના જીવ ગયા હતા. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના ૨૦ થી ૩૦ વર્ષની ઉંમરના હતા.

વિદ્યાર્થીની પૂનમે જણાવ્યું- અમારા ક્લાસ ચાલી રહ્યા હતા. અચાનક અમારા સ્ટાફ મેમ્બર્સ અને શિક્ષકો આવ્યા. કહ્યું કે જલ્દી-જલ્દી અહીંથી બધા બહાર નીકળો. પછી અમે તરત જ બહાર આવી ગયા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution