દિલ્હી-

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના કોંગ્રેસ ઉચ્ચ નેતૃત્વ સાથે સારા સંબંધ નથી. કોંગ્રેસ નેતાએ તાજેતરમાં જ એક સાક્ષાત્કારમાં આ સંબંધિત જાણકારી આપી છે. કપિલ સિબ્બલને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વચ્ચેની ટ્યુનિંગને લઈને પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં સિબ્બલે કહ્યુ ઠીક છે પરંતુ અમારી વચ્ચે રિયલ કનેક્શન નથી.

જે બાદ જ્યારે તેમના કોંગ્રેસ નેતૃત્વ સાથેની મુલાકાતને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે મને યાદ નથી કે હુ સોનિયા ગાંધીને છેલ્લે ક્યારે મળ્યો હતો. સાથે જ રાહુલ ગાંધીને મળવાના પ્રશ્ન પર સિબ્બલે કહ્યુ તેમની સાથે તો તાજેતરમાં જ મુલાકાત થઈ હતી પરંતુ લગભગ બે વર્ષથી અમારી વચ્ચે કોઈ વાત થઈ નથી. આ દરમિયાન જ્યારે કપિલ સિબ્બલને પૂછ્યુ કે શુ સોનિયા ગાંધી કોંગ્રેસને મજબૂત કરશે કે નહીં. આની પર સિબ્બલે કહ્યુ હુ ભગવાનને પ્રાર્થના કરૂ છુ કે તે દિવસ જલ્દી આવે અને સાચા મનથી ભગવાનને યાદ કરનારની દુઆ તે જરૂર સાંભળે છે.