લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જુલાઈ 2026 |
2079
જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે વર્ષ ૨૦૨૫માં થયેલા આતંકવાદી હુમલા કેસમાં તપાસને મહત્વપૂર્ણ વળાંક મળ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની અરજીના આધારે જમ્મુની વિશેષ કોર્ટે લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ સામે બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કર્યો છે. આ પગલું કેસની તપાસ અને આગળની કાનૂની કાર્યવાહી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.માહિતી મુજબ, દ્વારા કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટે આ ર્નિણય લીધો હતો. તપાસ એજન્સીનું કહેવું છે કે આરોપીની ધરપકડ અને પૂછપરછ કેસની સંપૂર્ણ અને અસરકારક તપાસ માટે જરૂરી છે. હાફિઝ સઈદ પાકિસ્તાનમાં હોવાની માન્યતા છે અને ભારતીય તપાસ એજન્સીઓ લાંબા સમયથી તેની સામે વિવિધ આતંકવાદી કેસોમાં કાર્યવાહી કરી રહી છે.
કોર્ટના આદેશ બાદ હવે સત્તાવાર પ્રક્રિયા મુજબ વોરંટ સંબંધિત માધ્યમો દ્વારા આગળ મોકલવામાં આવશે. સાથે જ, તપાસ એજન્સી આરોપીને કાયદાકીય રીતે ફરાર જાહેર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી શકે છે. જાે આરોપી ભારતીય કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો લાગુ કાયદાકીય જાેગવાઈઓ મુજબ તેની ગેરહાજરીમાં ટ્રાયલ ચલાવવાના વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.