લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુન 2026 |
1881
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ અગ્નિવીરોને પોલીસ, એસ.આર.પી., જેલ અને વન વિભાગની વર્ગ-૩ સીધી ભરતીમાં ૨૦ ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. આ ર્નિણયથી પૂર્વ અગ્નિવીરોને સરકારી નોકરીની તક વધશે.રાજ્ય સરકારના ર્નિણય અનુસાર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.ના પ્લાટૂન કમાન્ડર અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને અનામત મળશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અગ્નિવીર સ્કીમના પૂર્વ સભ્યોને રાજ્યના વિવિધ વિભાગોમાં સીધી ભરતીમાં વિશેષ લાભ મળશે.આ ઉપરાંત જેલ વિભાગની જેલર ગ્રુપ-૨ અને જેલ સીપાઈની ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ મળશે. વન વિભાગના વનરક્ષક વર્ગ-૩ તથા વન પાલ વર્ગ-૩ સંવર્ગોની સીધી ભરતીમાં પણ ૨૦ ટકા અનામતનો લાભ આપવામાં આવશે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આવી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીમાંથી પૂર્વ અગ્નિવીરોને મુક્તિ આપવામાં આવશે. એટલે કે તેઓને શારીરિક કસોટી આપવાની ફરજ નહીં રહે. ઉપરાંત નિયત ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષ સુધીની છૂટછાટ પણ આપવામાં આવશે.અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યોને નિયત ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની મુક્તિ આપવાના પણ મુખ્યમંત્રીએ દિશાનિર્દેશો આપ્યા છે. રાજ્ય સરકારના આ ર્નિણયથી મોટી સંખ્યામાં પૂર્વ અગ્નિવીરોને રોજગારીના નવા અવસરો મળશે.
સરકારના આ પગલાથી સુરક્ષા અને વન વિભાગોમાં દેશસેવાની અનુભવી યુવાનોને સ્થાન મળશે. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું કે અગ્નિવીરોના અનુભવનો લાભ રાજ્યની સુરક્ષા અને વન સંરક્ષણ માટે ઉપયોગી થશે.આ ર્નિણયથી રાજ્યના યુવાનોમાં આત્મવિશ્વાસ વધશે અને સરકારી સેવાઓમાં દેશસેવાના અનુભવનો ઉપયોગ થશે.