/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ધો.૧૧ સાયન્સના વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઈને આપઘાત

વડોદરા : કોરોનાના ડરથી માનસિક ડિપ્રેશનમાં આવી ગયેલા ધો.૧૧ સાયન્સના ૧૫ વર્ષીય વિદ્યાર્થીએ ઘરના બેડરૂમમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વે તે માતા-પિતા સમક્ષ જ્યાં સુધી કોરોનાની રસી (વેક્સિન) નહીં આવે ત્યાં સુધી હું ઘરની બહાર નહીં નીકળું તેવું રટણ કરતો હતો તેમજ તેનું કાઉન્સિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. આપઘાતના બનાવની જાણ માંજલપુર પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

માંજલપુર વિસ્તારના વ્રજભૂમિની પાછળ આવેલ કેશવગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતો પારસ સુનીલકુમાર ઝા માંજલપુર ખાતેની અંબે સ્કૂલમાં ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. કોરોનાની વૈશ્વિક મહામારીમાં દેશ-વિદેશના સંખ્યાબંધ કોરોના સંક્રમિત દર્દીઓ મોતને ભેટી રહ્યા છે, તેની સાથે શહેરમાં પણ કોરોનાએ કહેર મચાવતાં તેની અસર માનસપટ ઉપર પડી હતી. વિદ્યાર્થી કોરોનાના ડરથી ઘરની બહાર નીકળતો નહોતો અને ઘરમાં જ બેસી રહેતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ તેના પરિવારના સગાંને ત્યાં લગ્નપ્રસંગ હોવા છતાં તેને લગ્નપ્રસંગમાં જવાનો ઈન્કાર કરી તે જ્યાં સુધી કોરોનાની રસી (વેક્સિન) નહીં આવે ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળું તેવું સતત રટણ કરતો હતો.

કોરોનાના હાઉથી માનસિક ડિપ્રેશનમાં આવી ગયેલા ધો.૧૧ સાયન્સના વિદ્યાર્થી પારસ ઝાએ તેના સ્ટડી રૂમમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પારસના આપઘાતના બનાવને પગલે પરિવારમાં ઘેરાશોકની લાગણી છવાઈ ગઈ હતી અને પરિવાર આઘાતમાં સરી પડયો હતો. આ બનાવની જાણ માંજલપુર પોલીસ મથકે કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution