દિલ્હી-

રેપ કેસમાં આજીવન કેદની સજા ભાગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલોને સુપ્રીમ કોર્ટે નામંજૂર કર્યા છે. ખરેખર, ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલોની મંજૂરી આપી હતી. હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને રદ કરતા નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલોને નામંજૂર કર્યા છે.

જીય્ તુષાર મેહતા હાઈકોર્ટના જૂનના ચુકાદાને પડકારવા ગુજરાત સરકાર તરફથી હાજર રહ્યાં હતાં. તેના પહેલા નારાયણ સાંઈના જામીનની અરજી કરવા આવી હતી જે હાઈ કોર્ટે મંજૂર કરી હતી.આસારામના પુત્ર નારાયણ સાંઈને બળાત્કારના કેસમાં સૂરત સેશન કોર્ટે દોષી જાહેર કર્યો હતો. નારાયણને રેપના આરોપમાં ઉંમર કેદની સજા આપવામાં આવેલી અને ૧ લાખ રુપિયાનો દંડ પણ કરવામાં આવેલો. સૂરતની બે બહેનો દ્વારા નારાયણ સાંઈ આરોપી સાબિત થયો હતો. સૂરતની સેશન કોર્ટે આશરે ૧૧ વર્ષ જૂના કેસમાં સજા જાહેર કરી હતી. પોલીસે પીડિત બહેનોના નિવેદન પર નારાયણ સાંઈ અને આસારામ સામે કેસ નોંધ્યો હતો. પોલીસને ઘટના સ્થળેથી ઘણા પુરાવા પણ મળ્યાં હતાં. પીડિતાની નાની બહેને નારાયણ સાંઈ સામે પોલીસને નક્કર પુરાવા આપ્યા હતા. તેણે ઘટના સ્થળે મળેલા પુરાવાની પણ ઓળખાણ કરી હતી.