લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026 |
7029
દેશે હવે એક એવી સ્વદેશી લાંબા અંતરની રોકેટ સિસ્ટમ તૈયાર કરી છે, જે ૩૦૦ કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનને માત્ર બે મીટરની સચોટતાથી નિશાન બનાવી શકે છે. ઓડિશાના ચાંદીપુર ટેસ્ટ રેન્જમાં ખાનગી ભારતીય કંપની નિબે લિમિટેડએ ‘સૂર્યાસ્ત્ર’ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. આનાથી પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે. સંરક્ષણ નિષ્ણાતોના મતેજાે આ સિસ્ટમ મોટા પાયે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવે, તો સરહદ પાર બેઠેલા દુશ્મનના કમાન્ડ સેન્ટર, રડાર સ્ટેશન અને સૈન્ય ઠેકાણાઓને પહેલા કરતાં વધુ સચોટતાથી નિશાન બનાવી શકાશે.ભારતે સૂર્યાસ્ત્રના બે વેરિઅન્ટ- ૧૫૦ કિલોમીટર અને ૩૦૦ કિલોમીટર રેન્જ ધરાવતી ગાઇડેડ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. બંને રોકેટોએ પોતાના લક્ષ્ય પર અત્યંત સચોટ હુમલો કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧૫૦ કિલોમીટરવાળા વેરિઅન્ટનો સર્ક્યુલર એરર પ્રોબેબલ માત્ર ૧.૫ મીટર રહ્યો, જ્યારે ૩૦૦ કિલોમીટર રેન્જવાળા વેરિઅન્ટે માત્ર બે મીટરની ત્રુટિ સાથે લક્ષ્યને ભેદ્યું હતું. સૈન્ય જગતમાં આટલી સચોટતા અત્યંત ખતરનાક માનવામાં આવે છે.સૂર્યાસ્ત્ર એક લોન્ગ રેન્જ ગાઇડેડ રોકેટ આર્ટિલરી સિસ્ટમ છે, જેને દુશ્મનના મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર ઝડપી અને સચોટ હુમલો કરવા માટે વિકસાવવામાં આવી છે.