/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સુશાંત સિંહ રાજપૂતને મળ્યું ઓસ્ટ્રેલિયામાં સન્માન, બહેન કીર્તિએ પોસ્ટ કરી તસવીર

મુંબઈ

બોલિવૂડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘છિછોરે’ને સર્વશ્રેષ્ઠ હિંદી ફિલ્મ શ્રેણીમાં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આવામાં સુશાંતની કેલિફોર્નિયામાં રહેતી બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ભાઇને યાદ કર્યો છે. તેની યાદમાં શ્વેતાએ એક ફેસુબુક પોસ્ટમાં લખ્યુ, જે ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે.

શ્વેતાએ ટ્‌વીટ કરીને કહ્યું,”છિછોરે એ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાત જીત્યો. ભાઇ, હું જાણું છું કે તમે જાેઇ રહ્યા છો, પરંતુ મારી ઇચ્છા હતી કે આ એવોર્ડ તમે પોતે લેતા. એક પણ દિવસ એવો નથી કે જ્યારે તમારા પર ગર્વ અનુભવ્યો ન હોય.”

એક અન્ય ટ્‌વીટમાં તેણે સુશાંત સિંહ રાજપૂત સ્મારકની પટ્ટીની તસવીર પોસ્ટ કરી છે. જેમા લખ્યુ,’સુશાંત સિંહ રાજપૂત (૧૯૮૬-૨૦૨૦, બિહાર, મુંબઇ, ભારત) એક એક્ટર, ઉત્સુક ખગોષવિદ, પર્યાવરણવિદ અને માનવતાવાદી, એક એવી આત્મા જેણે લાખો લોકોના દિલ પર રાજ કર્યું.’

આ સાથે જ શ્વેતાએ લખ્યું,’તે જીવિત છેપ તેનું નામ જીવિત છેપ તેની ખુશબુ જીવિત છે! આ એક શુદ્ધ આત્માનો પ્રભાવ છે! તમે ભગવાનની સંતાન છોપ તમે હંમેશા જીવિત રહેશોય.’

આ વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર ફિલ્મ ‘છિછોરે’ ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ત્યાં જ ૧૪ જૂન ૨૦૨૦એ સુશાંતનું અવસાન થયુ હતું. ફિલ્મના નિર્માતા સાઝીદ નાડિયદવાલાએ ફિલ્મના મુખ્ય એક્ટર સ્વર્ગીય સુશાંતને આ એવોર્ડ સમર્પિત કર્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution