મુંબઇ: 

 બિગ બોસ ૧૪માં હાલમાં જ ચેલેન્જર્સની એન્ટ્રી થઇ છે. આ ચેલેન્જર્સમાં માસ્ટરમાઇન્ડ વિકાસ ગુપ્તા અર્શી ખાન, કશ્મીરા શાહ, મનુ પંજાબી, રાહુલ મહાજન અને રાખી સાવંત શામેલ છે. શોમાં ચેલ્ન્જર્સની એન્ટ્રીને સૌને સરપ્રાઇઝ કરી દીધા હતાં. તે રીતે સરપ્રાઇઝિંગલની એકિઝટ પણ થવાની છે. એટલે કે હવે આ ચેલેન્જર્સમાંથી એક ચેલેન્જર ઓછું થવાનું છે. અને તે છે માસ્ટરમાઇન્ડ વિકાસ ગુપ્તા. વિકાસ ગુપ્તા શોથી આઉટ થઇ ગયો છે. અને તેનાં એવિકશનનું કારણ અર્શી ખાન છે.

ખરેખરમાં અર્શી ખાન શરૂઆતથી જ વિકાસ ગુપ્તાને ટારગેટ કરતી નજર આવી રહી છે. જેનાંથી વિકાસ ઘણો જ પરેશાન છે. વિકાસ સતત શોમાં અર્શી ખાનને ઇગ્નોર કરી રહ્યાં છે. પણ, હવે વિકાસ અર્શીથી એટલો પરેશાન થઇ ગયો છે કે, તેણે અર્શીનાં વર્તન પર તેનાં સંયમ ગુમાવી દીધુ અને તેનાં એગ્રેશનને કારણે જ બિગ બોસે તેને ઘરની બહારનો રસ્તો દેખાડી દીધો. બિગ બોસનાં વિકાસ ગુપ્તાનાં ઘરથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. વિકાસ ગુપ્તાનાં આમ અચાનક એકિઝટને તેનાં ફેન્સને આચકો લાગ્યો છે.

વિકાસ ગુપ્તાને સિઝન ૧૧ દરમિયાન માસ્ટરમાઇન્ડનો ટેગ મળ્યો છે. સિઝન ૧૧ બાદથી તે દરેક સિઝનમાં વિકાસ ગુપ્તા શિરકત કરતાં નજર આવે છે. બિગ બોસ ૧૩માં દેવોલીન ભટ્ટાચાર્જીને ઇજા થયા બાદ વિકાસ તેની જગ્યાએ ગેમાં રમતો નજર આવે છે. આ વર્ષે તેને ચેલેન્જર તરીકે શોમાં એન્ટ્રી લીધી છે. વિકાસ ગુપ્તાની શોમાં એન્ટ્રીથી બિગબોસનાં ફેન્સમાં ખુશી પણ છે. કારણ કે દર્શકોને આશા હતી કે, એન્ટરટેઇનમેન્ટની ભરમાર નજર આવવાનાં છે.