હોલીવૂડની સુપર સ્ટાર લક્ષ્મી માતાની ભક્ત, સોશ્યલ મીડિયા પર મુકી આ પોસ્ટ
08, ઓક્ટોબર 2020 792   |  

મુંબઇ, 

હોલીવૂડની સૌથી ખૂબસુરત અને જાણીતી અભિનેત્રીઓમાં સ્થાન પામતી સલમા હાયક આજે સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ છે. સલમા હાયકે ખુલાસો કર્યો છે કે, હું લક્ષ્મી માતાની ભક્ત છું.સલમાએ પોતાની પોસ્ટમાં તેનુ કારણ પણ આપ્યુ છે.સલમાનુ કહેવુ છે કે, જ્યારે પણ હું મારી જાતને મારી આંતરિક સુંદરતા સાથે કનેક્ટ કરવા માંગુ છું ત્યારે લક્ષ્મી માતાની તસવીર સામે ફોકસ કરીને મેડિટેશન શરુ કરુ છું.હિન્દુ ધર્મમાં લક્ષ્મી માતા ધન, સૌભાગ્યા, પ્રેમ, સુંદરતા, માયા અને સમૃધ્ધિનુ પ્રતિક છે.તેમની તસવીર મને બહુ આનંદ આપે છે અને કદાચ આ આનંદ જ આંતરિક સુંદરતાને પામવાનો રસ્તો છે. 


સલમાએ ટ્વિટર પર માતા લક્ષ્મીની એક તસવીર પણ પોસ્ટ કરી હતી.એ પછી સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થવા માંડી હતી.જોકે સલમા પહેલી અભિનેત્રી નથી જેને લક્ષ્મી માતામાં શ્રધ્ધા છે.આ પહેલા માઈલી સાયરસ અને જુલિયા રોબર્ટસ પણ હિન્દુ દેવી-દેવતાઓ પ્રત્યેની શ્રધ્ધા વ્યકત કરી ચુક્યા છે.માઈલી સાયરસ પણ લક્ષ્મી દેવીની પૂજા કરે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution