મુંબઇ 

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે અપ્સરાથી ઓછી નથી લાગતી. ફોટોમાં કિયારા અડવાણી સોનેરી રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે અને તે તેના પરફેક્ટ બોડીમાં જોવા મળી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘HeeleinTootGayi આ ફોટો તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.


તમને જણાવી દઈએ કે, કિયારા અડવાણીની આગામી ફિલ્મ ઈંદુ કી જવાની આવતા મહિને 11 ડિસેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જેની સાથે કિયારા અડવાણી ખૂબ જ ઉત્સાહિત છે અને તે તેની ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી રહી છે. સાથે આ ફિલ્મનુ નવુ ગીત રજૂ થવા જઈ રહ્યુ છે. તે જબરદસ્ત રીતે ગીતનું પ્રમોશન કરી રહી છે.

કિયારા અડવાણીનું ગીત હિલેન બ્રેક અપ 27 નવેમ્બરના રોજ રીલિઝ થશે.આ સાથે ફોટો શેર કરવામાં 11 કલાક થયા છે અને આ ફોટાને 2,024,615 લાઈક્સ અને વ્યૂ મળી આવ્યા છે. ઈન્દુ કી જવાની રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. ફિલ્મનું દિગ્દર્શન અબીર સેનગુપ્તાએ કર્યું છે. તમને જણાવી દઈએ કે, કિયારા અડવાણી છેલ્લે લક્ષ્મી ફિલ્મમાં જોવા મળી હતી.