ખાન સર કોચિંગ કલાસ ફાયરિંગ કેસના આરોપીનું નેપાળની હોટલમાં શંકાસ્પદ મોત 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જુન 2026  |   2475

બિહારની ચર્ચિત જ્ઞાન બિંદુ કોચિંગના ડાયરેક્ટર રૌશન આનંદના ભાઈ પ્રિન્સના નેપાળમાં શંકાસ્પદ મોત સમાચાર સામે આવી રહ્યા છે. રૌશન આનંદનો ભાઈ પ્રિન્સ ખાન સરની કોચિંગ પર ફાયરિંગના મામલામાં ફરાર ચાલી રહ્યો હતો. તે નેપાળના વિરાટ નગરની એક હોટલમાં છુપાયો હતો જ્યાં તેનું શંકાસ્પદ મોત થયું છે.

રૌશન આનંદ પટનાની બેઉર જેલમાં બંધ છે. ફૈઝલ ખાન ઉર્ફે ખાન સરની કોચિંગ ખાન ગ્લોબલનું મેનેજમેન્ટ જાેતા કન્હૈયાએ રૌશન આનંદ અને પ્રિન્સ પર કોચિંગ પર હુમલો કરવાનો આરોપ લગાવતા હ્લૈંઇ નોંધાવી હતી. આ મામલામાં પ્રિન્સ નામજાેગ આરોપી હતો. પોલીસ પ્રિન્સની શોધખોળ કરી રહી હતી જે ઘટના બાદથી જ ફરાર હતો. એવામાં હવે તેના મોતના સમાચારથી હોબાળો મચી ગયો છે. જાેકે મોતની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ખાન ગ્લોબલ સ્ટડીઝમાં થયેલી તોડફોડની ઘટનાના સંબંધમાં હવે ફૈઝલ ખાન ઉર્ફે ‘ખાન સર’ પર પણ પ્રાથમિકી (હ્લૈંઇ) નોંધવામાં આવી હતી. જે બાદ તેમણે કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જાેકે કોર્ટે તેમને વચગાળાની રાહત આપતા મુક્ત કર્યા હતા. ખાન ગ્લોબલ સ્ટડીઝ કોચિંગ સંસ્થામાં કથિત રીતે તોડફોડ કરવામાં આવી હતી અને પરિસર પર પથરાવ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા પછી પોલીસે કથિત રીતે ગોળી ચલાવવાના આરોપમાં ખાન ગ્લોબલ સ્ટડીઝ કોચિંગ સંસ્થાના બે સુરક્ષા ગાર્ડની ધરપકડ કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution