લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુન 2026 |
1980
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી પંચવટી નગર સોસાયટીમાં ૧૭ વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના વતની પરશુરામ નિષાદ સચિન પંચવટીનગરમાં પરિવાર સાથે રહે છે. તેમને પરિવારમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. બંને પતિ-પત્ની મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની જ્યોતિનામની પુત્રીએ ગત સાંજે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કિશોરીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ શરૂ કરી છે.