લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, મે 2026 |
3960
દેશના ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભાગોમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી હવામાનમાં પલટો આવશે. જેમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે. વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા છે. વરસાદને કારણે હવે તીવ્ર ગરમી ઓછી થઈ શકે છે. દેશમાં ઘણી જગ્યાએ તાપમાન ૪૫ થી ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તીવ્ર ગરમીનો અનુભવ થયો.
હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે ઉત્તર ભારતમાં વરસાદ, વાવાઝોડા અને જાેરદાર પવનોની અપેક્ષા છે. ૨૯ થી ૩૧ મે દરમિયાન ઘણા રાજ્યોમાં તાપમાનમાં ૬ થી ૮ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૫૦-૬૦ કિમી/કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની અને કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે.દિલ્હી-એનસીઆર: ૨૯ મે દરમિયાન વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૪૩-૪૪ ડિગ્રી સેલ્સિયસથી ઘટીને ૩૬-૩૮ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે.