ડાકોરમાં યોજાઈ ભગવાન રણછોડરાયજીની ૨૫૪મી ભવ્ય રથયાત્રા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુલાઈ 2026 | 2178
શ્રદ્ધા અને ભક્તિના ઘોડાપૂર સમાન અષાઢી ઉત્સવોની શરૂઆત થઈ ચૂકી છે. સામાન્ય રીતે સમગ્ર દેશમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજાતી હોય છે, પરંતુ ગુજરાતના જગવિખ્યાત યાત્રાધામ ડાકોરમાં એક અનોખી પરંપરા જોવા મળે છે. ડાકોરના ઠાકોરજી એટલે કે રાજા રણછોડરાયના મંદિરમાં તિથિ નહીં પણ નક્ષત્રના આધારે રથયાત્રા યોજાય છે. આજે અષાઢી એકમ અને પુષ્ય નક્ષત્રના આ પાવન સંયોગે ડાકોર મંદિરમાંથી ભગવાન રણછોડરાયજીના બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજની ૨૫૪મી ભવ્ય રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે. ચાંદીના રથમાં સવાર થઈને કાળિયા ઠાકોર આજે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે ડાકોર નગરી 'જય રણછોડ, માખણચોર'ના નારાથી ગુંજી ઉઠી છે.