લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, નવેમ્બર 2026 |
2376
બિહારની પ્રતિભા દેશ અને દુનિયાભરમાં ગુંજી રહી છે. સમસ્તીપુર જિલ્લાના તાજપુરના રહેવાસી યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર બિહારનું નામ દુનિયા સમક્ષ રોશન કર્યું છે. ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી સૌથી અનુભવી બોલરોને પણ મુશ્કેલીમાં મુકનાર વૈભવનો હવે વિશ્વ વિખ્યાત મેગેઝિન “ટાઇમ“ ની શરૂઆતની “ટાઇમ ૧૦૦ નેક્સ્ટ ઇન્ડિયા” યાદીમાં સમાવેશ કરાયો છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ તેમને દેશના ૧૦૦ ઉભરતા પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન આપે છે. આ યાદીમાં તેને બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ, અભિનેતા આર્યન ખાન અને અન્ય અગ્રણી હસ્તીઓ સાથે સામેલ કરાયો છે. તેના પિતા સંજીવ સૂર્યવંશી પુત્ર પર ગર્વ છેIPL ૨૦૨૫ માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેણે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર ૩૫ બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. ૧૪ વર્ષની ઉંમરે, તેણે ૩૮ બોલમાં અણનમ ૧૦૧ રન બનાવ્યા, જેમાં ૧૧ છગ્ગા અને સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેIPL ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બન્યો. વૈભવે ૨૦૨૬ના અં.૧૯ વર્લ્ડ કપમાં પોતાની બેટિંગથી બીજાે ઇતિહાસ રચ્યો. ઇંગ્લેન્ડ સામેની ફાઇનલ મેચમાં, તેણે ૮૦ બોલમાં ૧૭૫ રનની ઇનિંગ રમી.૨૦૨૬માં, તેણે ભારતીય ટી૨૦ આંતરરાષ્ટ્રીય ટીમ માટે ડેબ્યૂ કરીને વધુ એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો. ૧૫ વર્ષ અને ૯૯ દિવસની ઉંમરે, તે ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યો. તેણે સચિનના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો.૧૪ નવેમ્બરના રોજ, એસએમટીમાં બિહારની કેપ્ટનશીપ કરીને પુરુષોના ટી૨૦ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી યુવા કેપ્ટન બન્યો.