/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની દાહોદવાસીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી

દાહોદ તા.૦૩ 

ભાઈ - બહેનનો પવિત્ર ગણાતો રક્ષાબંધનનો તહેવાર આજે દાહોદવાસીઓએ ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. આજે અચાનક દાહોદમાં લોકોની ખરીદી માટે ભીડ પણ ઉમટી હતી. સાથે જ લોકો સોશીયલ ડિસ્ટન્સ્ટનું પાલન કરતાં પણ નજરે પડ્યા હતા.

કોરોના વૈશ્વિક મહામારીને કારણે લોકો મંદીમાં સપડાયા છે તેમ છતાં પણ દાહોદવાસીઓમાં રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરવામાં પીછે હટ કરી નથી.

 દાહોદવાસીઓમાં આમ પણ કેવી પણ પરિસ્થિતીમાં તમામ તહેવારોની ધામધુમ પુર્વક ઉજવણી કરતા જ હોય છે. પરંતુ આ વખતે કોરોના રૂપી રાક્ષસ વચ્ચે દાહોદવાસીઓ સોશીયલ ડિસ્ટન્સ્સનું પાલન કરતાં પણ જાેવા મળ્યા હતા. શહેરમાં આજે સવારે અચાનક ભીડ જાેવા મળી હતી. બજારોની મીઠાઈઓની દુકાનો પર લોકો મીઠાઈઓની ખરીદી પણ કરી હતી. ઘણા પરિવારો દ્વારા પોતાના ઘરમાં જ કેક, મીઠાઈઓ બનાવી હતી.

આજે રક્ષાબંધનના દિવસે બહેનોએ ભાઈઓને રાખડી બાંધી હતી અને સાથે જ કોરોનારૂપી મહામારી જલ્દીથી જલ્દી સમાપ્ત થાય તેવી ભગવાનને પ્રાર્થના પણ કરી હતી બહેનોએ રાખડી સાથે સાથે માસ્ક પણ ભાઈઓને પહેરાવી કોરોના સંક્રમણથી બચવા સંકલ્પ લીધા અને લેવડાવ્યા હતા. આમ, ભાઈ - બહેનનો પવિત્ર ગણાતો રક્ષાબંધનનો તહેવાર દાહોદવાસીઓએ ઉત્સાહ ઉમંગભેર ઉજવ્યો હતો.

હોસ્પિટલની હેલ્થ વર્કર બહેનોએ કોરોના પોઝિટિવ દર્દીઓને રાખડી બાંધી

ભાઈ બહેનનો પવિત્ર ગણાતો તહેવાર એટલે રક્ષાંધન. આજે દાહોદની ર્ષ્ઠદૃૈઙ્ઘ ૧૯ એન્જિનિયરિંગ કોલજમાં સ્ટાફ મિત્રો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ હોસ્પિટલની હેલ્થ વર્કર બહેનોએ કોરોના પોઝિટિવ દર્દીઓને રાખડી બાંધી બહેનની ફરજ પૂરી કરી હતી. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution