અહિંયા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના, મજૂર પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ
25, જુન 2021 4653   |  

સુરત-

સુરતમાં ૩ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ગૌરવ પથ રોડ પાસે નવનિર્મિત બિલ્ડીંગ પાસે સિક્યુરિટી ગાર્ડ દ્વારા કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ ઘટનાથી ગરીબ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અડાજણ-પાલ ગૌરવ પથ પર આવેલ નવનિર્મિત બાંધકામ સાઇટ પર આ ઘટના બની હતી. સાઈટ પર મજૂરીકામ કરીને પેટિયુ રળતા પરિવારની ત્રણ વર્ષની બાળકી ગુરુવાર બપોરે ૨ વાગ્યે ગુમ થઈ હતી. ત્રણથી ચાર કલાકની શોધખોળ બાદ પણ દીકરીનો કોઈ અત્તોપત્તો લાગ્યો ન હતો. ત્યારે આ મામલે અડાજણ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને બાળકીને શોધવાના કામમાં લાગી ગયો હતો. પોલીસે બાંધકામ સાઈટ પરના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. જેમાં એક સિક્યુરિટી ગાર્ડ બાળકીને લઈ જતો દેખાયો હતો. પોલીસ વધુ તપાસ કરતા આ સિક્યુરિટી ગાર્ડ બાજુની બિલ્ડીંગનો હોવાનું ખૂલ્યુ હતું. પોલીસ બાજુની બિલ્ડિંગમાં તપાસ કરતા જાેયુ કે, તેના અગાશી પરથી બાળકી બેભાન હાલતમાં હતી. બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં ધાબા પરથી મળી આવી હતી. અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરતા સિક્યુરિટી ગાર્ડને પકડવાના દિશાનાં ચક્રો ગતિમાન કર્યા છે. તેનુ નામ શિવનારાયણ જયરાજસિંહ (ઉંમર ૩૧ વર્ષ) છે, જે મૂળ યુપીનો રહેવાસી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution