રાજ્યસભામાં એનડીએ વધુ મજબૂત બન્યુંઃ પ્રથમવાર ૧૦૦ને પાર પહોંચ્યું

ન્યુ દિલ્હી,તા.૨૦ 

દિવસેને દિવસે મોદી અને શાહ સતત મજબૂત બનતા જાય છે. દેશમાં લોકસભામાં તો એનડીએ મજબૂત છે પણ હવે રાજ્યસભામાં પ્રથમવાર સદી ફટકારી દીધી છે. હવે ભાજપને ૧૨૩નો મેજિક ફિગર મેળવવા ફાંફા નહીં પડે. ગતરોજ રાજ્યોની ૧૯ બેઠકો પર થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ૮ બેઠકો જીતી ભાજપે ઉપલા ગૃહમાં પોતાની Âસ્થતિ અતિ વધુ મજબુત કરી લીધી છે. રાજ્યસભામાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનું સંખ્યા બળ હવે વધીને ૧૦૧નું થયું છે. ૨૪૫ બેઠકોવાળા ઉપલા ગૃહમાં બહુમતીનો આંકડો ૧૨૩નો છે. એવું પહેલીવાર બન્યુ છે કે એનડીએના રાજ્યસભાના સાંસદોની સંખ્યા ૧૦૦ની ઉપર પહોંચી હોય. આમાં એકલા ભાજપ પાસે ૮૬ સાંસદો છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ પાસે હાલ ૬૫ બેઠકો છે. જા એનડીએને રાજ્યસભામાં બીજુ જનતા દળ, અન્ના ડીએમકે અને વાયએસઆર કોંગ્રેસ જેવા પક્ષોનું સમર્થન મળે તો પછી સરળતાથી એનડીએ બહુમતીના આંક સુધી પહોંચી જાય. લોકસભામાં એનડીએ પૂર્ણ બહુમતીમાં છે. પ્રથમવાર એવું બન્યું છે કે એનડીએ લોકસભા અને રાજ્યસભા બંનેમાં મજબૂત બન્યું છે. જેનો સિંહફાળો ભાજપને જાય છે. ગુજરાતમાં પણ અનેક કાવાદાવા અને રસાકસી વચ્ચે આખરે ગુજરાતમાં સત્તારૂઢ ભાજપે ૩ અને કોંગ્રેસે ૧ બેઠક મેળવી છે. ૮ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ બીજી બેઠક જીતી શકયું નથી. તો રાજસ્થાનમાં કોંગ્રેસે ભાજપને એક વધારાની બેઠક મેળવવાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. તો બીજી તરફ મધ્યપ્રદેશની ચૂંટણીમાં માર્ચમાં ભાજપમાં સામેલ થયેલા સિંધીયાને વિજય મળ્યો છે. સિંધિયા વીજયી બનતાં હવે તેઓ દિલ્હીના રાજકારણમાં સક્રિય બની જશે. જે બહુમતિ માટેની ૧૨૩ બેઠકોથી ફક્ત ૮ બેઠકો જ દૂર રહેશે. જા ફક્ત ભાજપની વાત કરીએ તો રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા ૭૫થી વધીને ૮૬ થઇ છે. ભાજપના સાથી પક્ષોમાં જેડીયુના ૫, અકાલી દળના ૩., એજીપી, આરપીઆઇ અને લોજપા સહિત અન્ય પક્ષો મળીને કુલ ૧૬ સભ્ય છે. તેમાં ૪ નોમિનેટેડ સભ્યો ઉમેરીએ તો એનડીએના સાંસદોની સંખ્યા વધીને ૧૦૬ પર પહોંચે છે. જા તેમાં ભાજપના સમર્થક એઆઇએડીએમકેના ૯ સાંસદો ઉમેરીઓ તે આ આંક ૧૧૫ પર પહોંચે છે. હવે મોદી અને શાહ માટે રાજ્યસભામાં પણ કોઈ પણ ખરડો પસાર કરવો અઘરો નહીં રહે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution