ગુજરાતના રાજકારણમાં પરિવર્તન નો પવન ફુંકાયો? આમ આદમી પાર્ટીનું કદ વધ્યું, પાટીદાર યુવાનો કેજરિવાલને મળ્યા
14, જુન 2021 693   |  

અમદાવાદ-

દિલ્હીના સી,એમ અરવિંદ કેજરીવાલ આજે એક દિવસની આમદવાદની મુલાકાતે છે. આજે કેજરીવાલની મુલાકાત ને લઈને અત્યારે રાજકીય હાડકાંપ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટી બાબને ની નજર આમ આદમી પર છે. આજે કેજરીવાલની મુલાકાતને લઈને અનેક યુવાનો કેજરીવાલને મળવા માટે પહોચ્યા હતા જેમાં વિસનગર અને મહેસાણા ના યુવકો પણ આજે અમદાવાદ ખાતે કેજરીવાલને મળવા માટે પહોચ્યા હતા

મહેસાણા થી અમદાવાદ 4 યુવકો આજે કેજરીવાલને મળવા માટે પહોચ્યા હતા, આમ આદમી પાર્ટીનું કદ હવે સુરત બાદ અમદાવાદમા પણ કદ વધારી રહ્યા છે. યુવકોમાં ખાસ કરીને આમ આદમી પરતીનો ક્રેજ ધીરે ધીરે જોવા મળી રહ્યો છે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હવે મજબૂત રીતે ઉતરશે, વિસનાગર અને મહસના થી મળવા આવેલા આ 4 યુવાનો એ જણાવ્યુ હતું કે અમે કેજરીવાલના ફેન છીએ તેમની સાદગી અને કામ કરવાની રીત એક સી.એમ ને શોભે એવી છે. નાયક પિક્ચરના હીરો જેવા કેજરીવાલ છે. કોરોના જેવી મહામારીમાં પણ આજે કેજરીવાલે ખૂબ જ સરસ કામ કર્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કેજરીવાલે સુરત થી પોતાનો દબદબો શરૂ કર્યો છે. સી.આર પાટીલના ગઠ માં ગાબડું પાડ્યું છે. જેથી રાજનીતીમાં અનેક ભૂકંપ જોવા મળી રહ્યા છે. આગામી સમયમાં રાજકીય જગ જોવા ચોકસથી મળશે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution