સીએમ ઓફિસ, એએમસી અને આરએસએસકચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુન 2026  |   2475

આજે અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.બ્લાસ્ટની ધમકીના મેઈલ મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.બ્લાસ્ટની ધમકીના મેઈલ મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી.સ્વર્ણિમ સંકુલ-૪માં મુખ્યમંત્રીનું કાર્યાલય આવેલું છે.બીજી તરફ અમદાવાદમાં મહાનગર પાલિકાની કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસે ત્યાં પણ તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં બોમ્બની ધમકી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં કોઈજ શંકાસ્પદ ચીજ નહીં મળતાં હાશકારો અનુભવાયો છે. અજાણ્યા ઈમેલ આઈડી પરથી ધમકીનો મેઈલ આવ્યો હતો. સીએમ ઓફિસને બપોરે ૧.૧૧ વાગ્યે ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ઉપરાંત આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીઓ મળતાં જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડતેમજ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં ધમકીને ગંભીરતાથી લઈ સુરક્ષા તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ બંને ઘટનાને લઈને રાજ્યના પોલીસ વડા જી.એસ. મલીકે કહ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બની ધમકી અંગેના બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં સાયબર સેલમાં ગુનો નોંધાયો છે અને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધમકી આપનારા અજાણ્યા લોકોએ વીપીએનનો ઉપયોગ કરી ઇમેલ કર્યો હતો. ખાલિસ્તાની પેટર્ન પર તપાસ ચાલુ કરવામાં આવી છે.

પોલીસની તપાસ પૂર્ણ થતાં હાશકારો

અમદાવાદમાં પણ દાણાપીઠ એએમસી કચેરીને બોમ્બથી ઉડાવાની ધમકી મળતાં પોલીસે તપાસ કરી હતી. પોલીસની તપાસમાં કોઈ જ સંદિગ્ધ વસ્તુ નહીં મળતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કારંજ પોલીસના ઈમેલ પર ધમકીનો મેઈલ આવ્યા બાદ સ્થાનિક પોલીસની ટીમે તપાસ કરી હતી. કોર્પોરેશન ઓફિસને બપોરે ૩ વાગ્યે બ્લાસ્ટની ધમકી મળતાં જ સમગ્ર પરિસર ખાલી કરાવાયું હતું. પોલીસની તપાસ પૂર્ણ થતાં હાશકારો અનુભવાયો હતો.

શહેરની સ્પોર્ટસ ક્લબ પર દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે ધમકીનો ભેદ ઉકેલાયો

અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબ પર ૧ જૂને લશ્કરે તોઈબાના આતંકી હુમલાની ધમકી આપતી ચિઠ્ઠીનો ભેદ નારણપુરા પોલીસે ઉકેલી નાખ્યો છે, જેની પાછળ સુરતના વેપારીના એક ૧૨ વર્ષના દીકરાનું કારસ્તાન હોવાનું સામે આવ્યું છે. સુરતના કાપડના વેપારીનો પરિવાર ક્લબના રૂમમાં રોકાયો હતો, જ્યાં તેમના ૧૨ વર્ષના દીકરાએ ‘ધુરંધર’ મૂવી જાેયા બાદ મજાક ખાતર પેન્સિલથી અંગ્રેજીમાં દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે ધમકીભરી ચિઠ્ઠી લખી હતી.બાળકે આ ચિઠ્ઠી લોકરમાં મૂકી દીધી હતી અને લોકર લોક થઈ જતાં તે અંદર જ રહી ગઈ હતી, ત્યારબાદમાં હાઉસકીપિંગ સ્ટાફને મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. સીસીટીવી ફૂટેજ અને લોકરના ડિજિટલ લોગની તપાસના આધારે પોલીસે સુરતના આ વેપારી પરિવાર સુધી પહોંચીને પૂછપરછ કરતાં બાળકે આ કારસ્તાન કર્યું હોવાનું કબૂલાત કરી છે.

બોમ્બની ધમકી ભર્યા ઇમેલ અંગે માહિતી આપતા ગુજરાત સરકારના રાજ્યમંત્રી પ્રવણી માળીએ જણાવ્યું હતું કે કોઇક અજાણ્યા ઇમેલ પરથી સીએમઓ અને એમએમસીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીને ૧૨ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા સમયે કોઇએ જાણી જાેઇને આવું કૃત્ય કર્યું હોય તેવું લાગી રહ્યું છે. જેને ગુજરાતની શાંતિ સારી ન લાગતી હોય જે ગુજરાતની શાંતિ ડહોળવા ઇચ્છતુ હોય એણે જ આવ્યું કામ કર્યું હોય. હાલ સુરક્ષાને લઇને તમામ પગલા અને તપાસ કરાઈ રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution