/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

મોડાસામાં ગેરકાયદે બાયોડિઝલનો વેપલો કરતા ત્રણ શખ્સો ઝડપાયા

અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદે બાયોડિઝલનો વેપલો કરતા ત્રણ શખ્સોને હજીરા ખાડા વિસ્તારમાંથી ત્રણ શખ્સો ઝડપાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં બાયોડિઝલ નામના પેટ્રોલ ડિઝલને મળતા આવતા જ્વલનશીલ પદાર્થના ગેરકાયદે વેપલા સામે કડક વલણ અપનાવવા સુચના આપ્યા બાદ જિલ્લાનું પોલીસ તંત્ર આ બાબતે સતર્ક થયું છે.   મોડાસા ટાઉન પોલીસ ઈન્સ્પેક્ટર સી. પી. વાઘેલાની સુચનાથી સર્વેલન્સ સ્કવોર્ડના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, મોડાસા હજીરા ખાડા વિસ્તારમાં કેટલાક ઈસમો ગેરકાયદે બાયોડિઝલનો વેપલો કોઈપણ જાતની પરવાનગી વિના મોટો આર્થિક લાભ મેળવવાના ઈરાદે એક ટાટા પિકપ નંબર. જી. જે. ૦૯. વી.૮૫૯૬માં તેમજ દુકાનમાં રાખી કરી રહ્યા છે. બાતમીવાળી જગ્યાએ પોલીસે દરોડો પાડતાં બાયોડિઝલ ભરેલા બેરલ નંગ. ૬.લિટર ૧૨૦૦ કિંમત રૂપિયા ૬૦,૦૦૦ તથા મોબાઇલ, પિકપ મળી કુલ રૂ. ૨,૬૦,૫૦૦ના મુદ્દામાલ સાથે આરોપીઓ ઈદરીશ નુરમહંમદ ખીરા રહે. તા. ખંભાળિયા જી. દેવભૂમિદ્વારકા,સલાઉદ્દિન હબીબભાઈ પટેલ. રહે. મોડાસા અને અનીશ અનવરભાઈ સુમરા રહે. શ્રીનગર સોસાયટી, ઈડરને અનધિકૃત રીતે  વેપલો કરતા બાયોડિઝલના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution