સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026  |   2277

રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં આગામી ૬ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જાેવા મળશે. હવામાન વિભાગ અનુસાર, આગામી ૧૬ થી ૧૯ જૂન દરમિયાન રાજ્યના ૧૧ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં આગામી ૧૪-૧૫ જૂના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને ૧૫ જૂને છોટાઉદેપુર, નર્મદા વરસાદની શક્યતા છે. આગામી ૧૬ થી ૧૯ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું. જેમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જાેવા મળ્યો ન હતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું હતું.  ગઈકાલે(૧૨ જૂન) અમદાવાદ ખાતે રાજ્યનું સૌથી વધુ ૪૨.૭ તાપમાન નોંધાયું હતું. જાે કે, આગામી ૨૪ કલાકમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને મહત્તમ તાપમાન ૪૨°ઝ્ર ની આસપાસ રહેવાની સંભાવના છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution