લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુન 2026 |
1485
તૃણમૂલ કોંગ્રેસ એ ચૂંટણી પંચને પાર્ટીના પદાધિકારીઓ અને નેશનલ વર્કિંગ કમિટીની નવી યાદી મોકલી છે. આમાં મમતા બેનર્જીને પાર્ટીના અધ્યક્ષ તરીકે દર્શાવવામાં આવ્યા છે. સુભ્રત બક્ષીને ઉપાધ્યક્ષ અને અભિષેક બેનર્જીને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે જણાવવામાં આવ્યા છે. પાર્ટી સૂત્રો અનુસાર, ચૂંટણી પંચને મોકલવામાં આવેલી યાદી ૨૦ જૂન ૨૦૨૬ સુધીની સંગઠનાત્મક સ્થિતિના આધારે તૈયાર કરવામાં આવી છે.આના એક દિવસ પહેલા ્બળવાખોર જૂથના નેતા ઋતબ્રત બેનર્જીએ સમાંતર વર્કિંગ કમિટીની જાહેરાત કરી હતી. ધારાસભ્ય અરુપ રોયને અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ તરફ, બળવાખોર જૂથમાં સામેલ થનારા ૮ નેતાઓને કારણદર્શક નોટિસ જારી કરી છે. આ નેતાઓ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ લગાવવામાં આવ્યો છે યાદી અનુસાર, ડેરેક ઓ’બ્રાયન અને ડોલા સેન સંયુક્ત સચિવ છે. સુભાષીષ ચક્રવર્તીને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નેશનલ વર્કિંગ કમિટીમાં કુલ ૨૪ નેતાઓના નામ છે. સોમવારે વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના જૂથે કોલકાતામાં વિશેષ બેઠક યોજીને સમાંતર નેશનલ વર્કિંગ કમિટી બનાવવાની જાહેરાત કરી હતી.