ટ્રમ્પ-મસ્કનો વિવાદ વધ્યો બધો જ ધંધો બંધ કરીને પાછું સાઉથ આફ્રિકા ભાગવું પડશે
01, જુલાઈ 2025 2970   |  


વોશિંગ્ટન ડીસી,અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ ગણાતા ઉદ્યોગપતિ ઈલોન મસ્કનું ભવિષ્ય જાેખમમાં છે. ટ્રમ્પે તેમને આડકતરી રીતે ધમકી આપી છે અને કહ્યું હતું કે તેમને ‘પોતાની દુકાન બંધ કરવી પડી શકે છે’. ચૂંટણી પછી અમેરિકન વહીવટમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળ્યા પછી ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. આનું કારણ ઇવી એટલે કે ઇલેક્ટ્રોનિક વાહનો અંગેની નીતિ હોવાનું કહેવાય છે.

ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ મીડિયા પર લખ્યું- રાષ્ટ્રપતિ તરીકે મારો પ્રચાર કરતાં પહેલાં ઈલોન મસ્ક જાણતો હતો કે હું ઇવી મેન્ડેટના સખત વિરોધમાં છું. આ બકવાસ છે અને હંમેશાં મારા પ્રચાર અભિયાનનો ભાગ રહ્યો હતો. ઇલેક્ટ્રિક કાર ઠીક છે, પરંતુ બધાને એક જ કાર ખરીદવા માટે મજબૂર ના કરી શકાય. ઈલોનને ઇતિહાસમાં કોઈપણ વ્યક્તિ કરતાં વધુ સબસિડી મળી શકી હોત, અને સબસિડી વિના તો ઈલોનને કદાચ પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછા ફરવું પડ્યું હોત.

તેમણે આગળ લખ્યું, રોકેટ લોન્ચ નહીં થાય, ઉપગ્રહો કે ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન નહીં થાય અને આપણા દેશને ઘણા પૈસા બચશે. કદાચ ર્ડ્ઢંય્ઈ એ આ અંગે ગંભીરતાથી વિચાર કરવો જાેઈએ. ઘણા પૈસા બચશે. એક દિવસ પહેલાં જ મસ્કે ટ્રમ્પ સરકારના બિલ પર વાંધો ઉઠાવ્યો હતો અને નવી પાર્ટી બનાવવાનો સંકેત આપ્યો હતો. મસ્કે જણાવ્યું હતું કે ‘બકવાસ બિલ’માં રેકોર્ડ પાંચ લાખ કરોડ ડોલરની દેવાંની મર્યાદામાં વધારો સામાન્ય અમેરિકનોને ખૂબ નુકસાન પહોંચાડશે. તેમણે લખ્યું, આ બિલના વાહિયાત ખર્ચથી સ્પષ્ટ થાય છે કે દેવાંની મર્યાદાને રેકોર્ડ પાંચ ટ્રિલિયન ડોલર સુધી વધારીને આપણે એક પાર્ટીવાળા દેશમાં રહીએ છીએ - પોર્કી પિગ પાર્ટી! હવે એક નવો રાજકીય પક્ષ બનાવવાનો સમય છે, જે ખરેખર લોકોની ચિંતા કરે છે.’ તેમણે દલીલ કરી હતી કે આ બિલ સાબિત કરે છે કે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન એક જ ‘પોર્કી પિગ પાર્ટી’નો ભાગ છે, જે સામાન્ય અમેરિકનોના હિત કરતાં નકામા ખર્ચને પ્રાથમિકતા આપે છે. યુએસ પ્રમુખ ટ્રમ્પના ભૂતપૂર્વ સમર્થક મસ્કે કહ્યું હતું કે નવો રાજકીય પક્ષ એવા અમેરિકનોનું પ્રતિનિધિત્વ કરશે, જેઓ વર્તમાન બે-પક્ષીય પ્રણાલીથી વંચિત અનુભવે છે. તેમણે અગાઉ પણ ધમકીઓ આપી છે. ખાસ વાત એ છે કે ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ દ્વારા મસ્કને અબજાે ડોલરના સરકારી કરારો અને સબસિડીઓ સમાપ્ત કરવાની ધમકી આપી હતી. જવાબમાં મસ્કે તેમના પર ઉપકાર ભૂલી જવાનો આરોપ લગાવ્યો. મસ્કે કહ્યું હતું કે તેમના સમર્થન વિના ટ્રમ્પ ‘ચૂંટણી હારી ગયા હોત’. મસ્ક મૂળ દક્ષિણ આફ્રિકાના છે. તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો અને તેમણે જીવનનો મોટો ભાગ આફ્રિકામાં વિતાવ્યો છે. તેઓ ૧૯૮૯માં ૧૭ વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકાથી કેનેડા ગયા હતા અને બાદમાં કેનેડાથી અમેરિકા ગયા હતા. તેમણે અમેરિકામાં જ પોતાનો વ્યવસાય ઘણો વિસ્તાર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution