/
તમિલનાડુના શિવાકાસીમાં ગેરકાયદેસર કારખાનામાં ફટાકડા બનાવતા વિસ્ફોટ, બે લોકોનાં મોત, બે ગંભીર

તમિલનાડુ

તમિલનાડુના વિરુધ્ધનગર જિલ્લામાં સોમવારે ગેરકાયદેસર ફટાકડા ફેકટરીમાં ધડાકો થયો હતો. જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં અને બેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. ફેક્ટરી શિવાકાસી વિસ્તારમાં થાયલપટ્ટીમાં હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. તે સમયે એક વિસ્ફોટ થયો હતો.

ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં આ લોકોને ગંભીર રીતે દાઝવાની ઇજાઓ હોવાનું જણાવાયું છે. રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફેક્ટરીમાં લાગેલી આગને કારણે પાંચ જેટલા મકાનોને પણ આગ લાગી હતી.

શિવાકાસીને ભારતના ફટાકડા ઉદ્યોગની રાજધાની કહેવામાં આવે છે. નાના-મોટા 8000 થી વધુ કારખાનાઓ છે. જ્યાં ફટાકડા બનાવવામાં આવે છે. એક અનુમાન મુજબ દેશના 90% ફટાકડા આમાંથી બનાવવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution