દિલ્હી-

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં વરિષ્ઠ નેતા શશી થરૂરને મોટી રાહત આપી છે. શશી થરૂરને કોર્ટે આ કેસમાં નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન, રાઉઝ એવન્યુ કોર્ટે થરૂરને પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના આરોપી હોવાનો ઇનકાર કર્યો હતો. સુનંદા પુષ્કરના મૃત્યુનો કેસ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ કેસમાં પોલીસે તેની ચાર્જશીટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના સાંસદ શશી થરૂરને ભારતીય દંડ સંહિતાની કલમ 478-A અને આત્મહત્યા કરવા માટે પ્રેરવા અંગેની કલમ 306 હેઠળ આરોપી બનાવ્યા છે.

કોર્ટના નિર્ણયને આવકારતા, શશિ થરૂરનુંના વરિષ્ઠ વકીલ વિકાસ પાહવાએ જણાવ્યું હતું કે તે 7 વર્ષ લાંબી કાનુની લડાઈ હતી. અંતે ન્યાયનો વિજય થયો છે. અમને શરૂઆતથી જ ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ હતો. પોલીસ દ્વારા આત્મહત્યા કરવા પ્રેરવા અને ક્રૂરતા અંગે લગાવેલા આરોપો વાહિયાત હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કર જાન્યુઆરી 2014 માં એક હોટલના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. મેડિકલ રિપોર્ટ બાદ તેના શરીરમાં દવાઓની લીધી હોવાનું સામે આવ્યુ હતુ. જ્યારે પ્રાથમિક તપાસમાં હત્યાના કરાઈ હોવાના મુદ્દે પણ તપાસ કરવામાં આવી હતી. જોકે, આખરે પોલીસે આત્મહત્યા માટે ચાર્જશીટ દાખલ કરી હતી. જો કે કોર્ટમાં બંને પક્ષો વચ્ચે દલીલો બાદ શશી થરુર સામે આરોપો ઘડવાના આદેશને સ્થગિત કરવામાં આવ્યો હતો.