દિલ્હી-

સમગ્ર દેશમાં વન-ટાઈમ પાસવર્ડ કે એસએમએસથી લોકો દ્વારા વારંવાર છેતરપિંડી કરાય છે. આ પ્રકારે થતી છેતરપીંડીને રોકવા ગઈકાલ મધરાત બાદ ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી દ્વારા ઘડાયેલી નવી ગાઈડલાઈનને સાનુકુળ નેટવર્ક બનાવવાની શરૂઆત થઈ છે. જો કે સમયસર તેમ કરવામાં  બેન્કો, ફાયનાન્સીયલ કંપનીઓ રેલ્વે બુકીંગ કાર્ડ પેમેન્ટ કંપનીઓ નિષ્ફળ જતા પ્રથમ દિવસે જ આ પ્રકારના ઓટીપી, એસએમએસનો ટ્રાફીક ખોરવાઈ ગયો હતો અને નેટ બેન્કીંગ સહિતની સેવાઓ પણ ખોરંભે પડવા પામી હતી. 

ટીઆરએઆઈ યાને  ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ ત્રણ વર્ષ પહેલા બેન્કો ફાયનાન્સ કંપનીઓ કાર્ડ કંપનીઓ રેલ્વે તથા અન્ય બુકીંગ સહિતની કંપનીઓ જે નાણાકીય વ્યવહાર માટે વનટાઈમ પાસવર્ડ સીસ્ટમનો ઉપયોગ કરે છે તેમને આ કામગીરી બ્લોક-ચેઈન ટેકનોલોજી પર લાવવા આદેશ આપ્યો હતો. એ બ્લોક ચેઈન ટેકનોલોજી ફ્રોડ-પ્રુફ મનાય છે જેમાં કોઈ બોગસ વ્યવહાર થઈ શકતા નથી. ઉપરાંત ટ્રાઈએ આ પ્રકારના ઓટીપી એસએમએસમાં મોકલનાર કંપની કે સર્વિસ પ્રોવાઈડરની ઓળખ તથા તે બનાવટી નથી તે નિશ્ર્ચિત કરવાની જવાબદારી મોબાઈલ કંપનીઓ પર લાદી છે. જેથી જે રીતે બનાવટી ઓટીપી કે એસએમએસ મારફત છેતરપીંહી થાય છે તેને ડામી શકાય. ટ્રાઈએ બે વર્ષ જેટલો સમય આપ્યો હોવા છતાં બેન્કો સહિતની આ પ્રકારની સેવાનો ઉપયોગ કરતી કંપનીઓ રેલ્વે, એર બુકીંગ દ્વારા અમલમાં વિરોધ સર્જાયો અને ટ્રાઈએ તા.8ના મધરાતથી આ નિયમ લાગુ કરતા રોજના આ પ્રકારના 100 કરોડ જેટલા ઓટીપી કે એસએમએસ થાય છે તેમાં 40% જેટલો ઘટાડો થયો. નેટ બેન્કીંગ કાર્ડ કંપની રેલ્વે બુકીંગ વિ.માં કરોડો એસએમએસ, ઓટીપી તેના ગ્રાહક સુધી પહોંચ્યા ન હતા જેથી તેમના વ્યવહારો ઠપ્પ થઈ ગયા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટીએ દરેક સર્વિસ કંપનીઓને ટેલીકોમ કંપનીઓ સાથે રહીને આ ઓટીપી- એસએમએસ જેન્યુન છે તે માટે સીસ્ટમ ગોઠવવા જણાવ્યું હતું. આ નવી વ્યવસ્થાથી દેશમાં આધાર નોંધણીને પણ અસર થઈ હતી અને વેકસીનેશનના જે કાર્યક્રમની કામગીરી થાય છે તે પણ ઠપ્પ થઈ હતી. ઓટીપી ક્ધફર્મેશન કે ઓથેન્ટીકેશન નહી થતા રેલ્વે સહીતના બુકીંગ પણ અટકી ગયા હોવાની માહિતી મળે છે.