જમ્મુ કાશ્મીર-

જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડી અને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીનું ત્રીજા તબક્કા માટેનું મતદાન શરૂ થઈ ગયુ છે. મતદાન સવારે 7 વાગ્યા શરૂ કરવામાં આવ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં કુલ 280 સીટો છે. જેમાંથી ત્રીજા ચરણમાં 33 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. કાશ્મીર વિભાગમાં 16 સીટ અને જમ્મુ વિભાગમાં 17 સીટ માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્રીજા ચરણમાં કુલ 305 ઉમેદવારો મેદાનમાં છે. કાશ્મીરમાં 16 સીટો પર 166 ઉમેદવારો અને જમ્મુમાં 17 સીટો પર 139 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના ત્રીજા તબક્કામાં કુલ 305 ઉમેદવારો છે, જેમાં 252 પુરૂષ અને 53 મહિલા ઉમેદવાર છે.નોંધનીય છે કે 1 ડિસેમ્બરના રોજ બીજા તબક્કા માટે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં 48.62 ટકા મતદાન થયું હતું જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડી અને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીનું ત્રીજા તબક્કા માટેનું મતદાન શરૂ થઈ ગયુ છે. મતદાન સવારે 7 વાગ્યા શરૂ કરવામાં આવ્યુ છે.