દિલ્હી-

વિશ્વમાં ડિજીટલ પ્લેટફોર્મમાં વારંવાર સર્જાતા આઉટ રેજમાં હવે આજે ઇન્સ્ટાગ્રામમાં વિશ્વભરમાં તેની સેવા ખોરવાઇ ગયા હોવાના અહેવાલ છે અને ટવીટર પર અનેક લોકોએ ફરિયાદ કરી હતી કે ઇનસ્ટાગ્રામમાં ફોટો અપલોડ થતાં નથી તથા ડાયરેકટ મેસેજ પણ કામ કરતા નથી. બપોરે કલાકે આ મુશ્કેલીનો પ્રારંભ થયો હતો અને તે ઇન્સ્ટાગ્રામના ભારતના દિલ્હી, મુંબઇ, ચેન્નઇ સહિતના યુઝર્સે આ પ્રકારની ફરિયાદ કરી હતી. બાદમાં જાણવા મળ્યુ કે વિશ્વના અનેક દેશોમાં ઇન્સ્ટાગ્રામ ચાલતુ નથી તથા ફોટો અપલોડ સહિતની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.