કાનપુર-

ઉત્તરપ્રદેશના સંભાલથી માનવતાને શર્મસાર કરનારો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્ટ્રેચર પર મૂકવામાં આવેલ બાળકીના મૃતદેહને કૂતરો ચૂંથી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જાેરદાર વાયરલ થઇ રહ્યો છે અને લોકો જિલ્લા હોસ્પિટલ પ્રશાસનની સંવેદનહીનતા પર પ્રશ્ન ઉભા કરી રહ્યા છે. બીજીબાજુ યુપીમાં મુખ્ય વિપક્ષી દળ સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પરથી પણ આ વીડિયો ટ્‌વીટ કરાયો છે અને શોકાતૂર પરિવારના પ્રત્યે સંવેદના વ્યકત કરી છે.

બીજીબાજુ વીડિયો વાયરલ થયા બાદ સંભલ જિલ્લા પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે ગુરૂવારના રોજ અકસ્માતનો ભોગ બનેલી બાળકીનું મોત થઇ ગયું હતું, ત્યારબાદ હોસ્પિટલ પરિસરમાં આ મૃતદેહ સ્ટ્રેચર પર રખાયો હતો. કેસમાં સીએમઓ એ એક વોર્ડ હોય અને સ્વીપરને સસ્પેન્ડ કરી દીધા છે. તો ડૉકટર અને ફાર્માસિસ્ટ પાસે જવાબ માંગ્યો છે. તો ઘટનાને લઇ તપાસ કમિટીની રચના કરી દેવાઇ છે.

આ મામલામાં સમાજવાદી પાર્ટી એ ટ્‌વીટ કરી કે સંભલમાં સ્વાસ્થય સર્વિસીસની રૂંવાડા ઉભી કરતી ખોફનાક તસવીર સામે આવી. જિલ્લા હોસ્પિટલમાં સ્વાસ્થય કર્મીઓની બેદકારીના લીધે સ્ટ્રેચર પર રાખેલી બાળકીનો મૃતદેહ કૂતરાઓએ ચૂંથી નાંખ્યો છે. તપાસ કરી બેદરકારી કરનારાઓની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરો. શોકાતૂર પરિવારના પ્રત્યે સંવેદના!. આપને જણાવી દઇએ કે ૨૦ સેકન્ડના આ વીડિયોમાં કૂતરું સ્ટ્રેચર પર બાળકીના મૃતદેહને ચૂંથતો દેખાય છે. મનને હચમચાવી દેનારી આ તસવીરને લઇ સંભાલની જિલ્લા હોસ્પિટલ પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.