દિલ્હી-

આગામી તા.1થી દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ ફરી શરૂ કરવાના નિર્ણયમાં સરકાર પુન; વિચારણા કરી રહી છે. ખાસ કરીને રાજયો તરફથી હાલ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવી એ 'જોખમી' હોવાથી કેન્દ્રને સલાહ મળી છે અને માતા-પિતા પણ તેમના સંતાનોને કોરોનાની ચિંતા વચ્ચે ફરી શાળાએ મોકલશે કે કેમ તે અંગે પણ પ્રશ્ન ઉઠયો છે.

આરોગ્ય મંત્રાલયે બહું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ સમયે શાળા-કોલેજો ખોલવી એ એક મોટું જોખમ જ છે અને તેથી તે નિર્ણય હાલ મુલત્વી રહેવો જોઈએ. ખાનગી કંપનીમાં પણ તેના મોટાભાગના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા મળશે. ઓફીસ ખોલવાનું ટાળી રહી છે અને તેમાં સરકાર જો કોઈ નિર્ણય શાળા-કોલેજો માટે લેશે તો તે જોખમ જ હશે.

સરકારે પ્રથમ તબકકામાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખોલશે. જે સીનીયર વિદ્યાર્થીઓ હશે તો કોલેજો અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખુલશે અને તા.14 નવે. બાદ પ્રાથમીક શાળાઓ ખોલવા વિચારણા થશે. શાળા-કોલેજો બંધ રહેવાથી શૈક્ષણિક રીતે મોટુ નુકશાન થઈ રહ્યું છે પણ તેની સામે જો શાળાઓ ખોલવામાં આવે તો આરોગ્યને થઈ શકતા નુકશાનની ચિંતા વધુ છે. દેશમાં કોરોના પીક પર છે અને તે સંપૂર્ણ નીચો જાય પછી જ આ રીતે વિદ્યાર્થીઓને એક સાથે ખોલવા તેવી સલાહ છે. શાળાઓએ ઓડ-શઈવન મર્યાદીત કલાકનું શિક્ષણ એ તમામ કદાચ શકય હોય તો પણ સંક્રમણની ગંભીરતા ઘટતી નથી અને છેક છેવાડાની શાળાઓમાં કઈ રીતે તે અમલી બનાવવું તે પણ પ્રશ્ન છે.