બે વિદ્યાર્થીઓએ સેમિકન્ડક્ટરનાં મોડ્યૂલ અને રિયુઝેબલ રોકેટ  બનાવવાનું શરૂ કર્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, માર્ચ 2025  |   2673

અમદાવાદ, અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટવિલ યોજાયો હતો, જેમાં વિવિધ ૪૨ સ્ટાર્ટઅપના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ સ્ટોલમાં સેમિકન્ડક્ટર અને રિયુઝેબલ સ્પેસ રોકેટ બનાવવાનું પણ સ્ટાર્ટઅપ હતું. બંને સ્ટાર્ટઅપ મૂળ અમદાવાદના છે. ઈલોન મસ્કની સ્પેસ ઠ જે રોકેટ બનાવે છે એ જ રોકેટ આ બન્ને વિદ્યાર્થી દ્વારા બનાવ્યા આવ્યાં છે. ભવિષ્યમાં હવે બહારના દેશનો આધાર નહીં રાખવો પડે અને બંને વસ્તુઓ અમદાવાદમાં જ બનશે. અમદાવાદના એન્જિનિયરિંગ નિકુલ શાહ અને માર્કેટિંગની યુવતી જીનલ શાહે ભેગા મળીને ઓમ સ્પેસ નામની કંપની શરૂ કરી સેમિકન્ડક્ટર પ્રોડક્ટ બેઝ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. જેમાં અલગ-અલગ ૧૦ જેટલા મોડ્યુલ બનાવવામાં આવ્યા છે. જાેકે, હજુ સેમિકન્ડકટર પ્લાન્ટ બનાવવાની તૈયારી ચાલી રહી છે. તે અગાઉ નાનાપાયે અમદાવાદમાં યુવક અને યુવતીએ સેમિકન્ડકટર વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું છે. કુલ ૧૦ જેટલી વસ્તુઓ તૈયાર કરીને વહેંચી પણ છે.જીનલ શાહે જણાવ્યું હતું કે, અમે અમદાવાદ બેઝ ડિઝાઇન કંપની તૈયાર કરી છે. હજુ સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ તૈયાર નથી થયો, ત્યારે અમે નાના પાયે શરૂઆત કરી છે, જેમાં ૩૦ એન્જિનિયર કામ કરી રહ્યા છે. અમે ૧૦ મોડ્યુલ તૈયાર કર્યા છે. ૬ મહિનામાં ૫ હજારથી વધુ પ્રોડક્ટનું વેચાણ કર્યું છે. પ્રથમ ફેઝમાં અમે માત્ર મોડ્યુલ બનાવી રહ્યા છીએ. ત્યારબાદ અમે ડિઝાઇન તૈયાર કરી છે, તેને ઇયર બર્ડસ જેવા ઉપકરણમાં મૂકીશું. ઓટોમેટિક વસ્તુઓ માટે પણ ભવિષ્યમાં ઉપયોગ કરી શકાશે. સ્માર્ટ મીટર, સ્માર્ટ લાઇટ જેવી વસ્તુઓમાં અમારી પ્રોડક્ટ લાગશે.અમદાવાદની જ એક કંપની દ્વારા સ્પેસમાં જતા રિઝ્યુબેલ રોકેટનું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું છે. સ્પેસમાં જતા રોકેટ એક વખત જ યુઝ કરી શકાય છે, પરંતુ અમદાવાદની ઓમ સ્પેસ નામની કંપનીએ રિયુઝેબલ રોકેટનું પ્રોટોટાઇપ તૈયાર કર્યું છે. આગામી દિવસમાં રોકેટ તૈયાર કરવામાં આવશે. આ રોકેટ ૧૦૦ કિલો જેટલું વજન સાથે લઈ જઈ શકશે. રોકેટ પરત આવે તેના ૨૪ કલાકમાં જ ફરીથી તેનો ઉપયોગ થઈ શકશે.શ્રેયસ નામના યુવકે જણાવ્યું હતું કે, ઈન્ડિયામાં માત્ર અમારી કંપની રિયુઝેબલ રોકેટ તૈયાર કરી રહી છે. આ સિવાય ઈલોન મસ્કની સ્પેસ ઠ અને ન્યુઝીલેન્ડની કંપની આ રોકેટ બનાવે છે. આ રોકેટ બનાવવામાં ૧ વર્ષ જેટલો સમય થશે. આ રોકેટમાં ૧૦૦ કિલો જેટલો સામાન લઈ જઈ શકશે. રોકેટમાં કાર્બન ફાયબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી તે ફરીથી યૂઝ થઈ શકશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution