લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, નવેમ્બર 2026 |
2574
ઈરાન સાથે સતત વધી રહેલા તણાવ અને દરિયાઈ નાકાબંધી વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સે મધ્ય પૂર્વના સંવેદનશીલ ક્ષેત્રમાં રવિવારે ત્રીજું શક્તિશાળી વિમાનવાહક જહાજ સ્ટ્રાઈક ગ્રુપ તૈનાત કરી દીધું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના ઓપરેશન ક્ષેત્ર હેઠળ અરબી સમુદ્રમાં પહોંચેલું યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ નામનું આ જહાજ અગાઉથી જ કાર્યરત અન્ય બે અમેરિકન વાહક જૂથો યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ અને યુએસએસ જ્યોર્જ વોશિંગ્ટન સાથે જાેડાઈ ગયું છે. આ ભવ્ય નૌકાદળ તૈનાતીમાં ૨૦થી વધુ અમેરિકન યુદ્ધ જહાજાે સામેલ છે, જેમને ઈરાની બંદરો પર કડક નાકાબંધી લાગુ કરીને દેશની તેલ નિકાસ અને દરિયાઈ વેપારને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાનું મુખ્ય કાર્ય સોંપવામાં આવ્યું છે. ૨૦૦૩ના ઇરાક યુદ્ધ પછી ઇતિહાસમાં પહેલીવાર મધ્ય પૂર્વના આ ક્ષેત્રમાં એકસાથે ત્રણ યુએસ એરક્રાફ્ટ કેરિયર્સ સક્રિય થવાથી અમેરિકાએ દરિયાઈ સર્વોપરિતાનું મોટું પ્રદર્શન કર્યું છે, જેનાથી વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં હલચલ મચી ગઈ છે.