કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા થયા કોરોના સંક્રમિત, અહિંયા હોસ્પિટલમાં કરાયા દાખલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, એપ્રીલ 2021  |   2970

અમદાવાદ-

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે ત્યારે આ સંક્રમણમાં નેતાઓ પણ બાકાત રહ્યા નથી. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓને હાલ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.


ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનો કોરોનાનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામને પોતાના કોરોના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે. તેઓએ ટ્વિટ કરીને પહેલાં ઘરેથી સારવાર લેવાની વાત જણાવી હતી. પરંતુ તબિયતને લઈને ડોક્ટરોની સલાહ બાદ વધુ મુશ્કેલી ના પડે તે માટે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution