લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુન 2026 |
1980
ઉત્તર પ્રદેશના ઘણા નેતાઓએ અયોધ્યાના રામ મંદિરમાં આવેલી દાનની રકમમાં કથિત ગડબડ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે હવે ઉત્તર પ્રદેશના ગોંડાના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ સિંહનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. બ્રિજભૂષણ સિંહે કહ્યું કે, જાે તેઓ આ મુદ્દે સાચું બોલશે, તો તેઓ મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે. આમાં ઘણા મોટા-મોટા લોકો જાેડાયેલા છે. નોંધનીય છે કે, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી નેતાઓએ અયોધ્યાના રામ મંદિરના દાનના કરોડો રૂપિયામાં કથિત ગોટાળાનો આરોપ લગાવ્યો છે. જાેકે, કેન્દ્ર સરકારે આ તમામ આરોપોને ફગાવી દીધા છે.
બ્રિજભૂષણ સિંહે કહ્યું કે, “હું બહુ નાનો માણસ છું. આ મુદ્દે હું સાચું બોલી દઈશ તો મોટી મુશ્કેલીમાં ફસાઈ જઈશ. એ લોકો બહુ મોટા છે... હાલ તો આ મુદ્દે સાચું બોલવાની હિંમત મારામાં નથી. પણ જ્યારે સમય આવશે, ત્યારે જરૂર બોલીશ.” આપને જણાવી દઈએ કે, બૃજભૂષણ શરણ સિંહ ઉત્તર પ્રદેશના ગોંડાથી ભાજપના પૂર્વ સાંસદ અને ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ છે. તેઓ છ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમનું આ નિવેદન ઘણું ચોંકાવનારું માનવામાં આવી રહ્યું છે.
અયોધ્યાના રામ મંદિરના દાનપાત્રમાં કથિત ગડબડ થઈ હોવાનો આરોપ લાગ્યા બાદ હવે કેટલાક ભાજપના નેતાઓ પણ તપાસની માંગ કરી રહ્યા છે. ભાજપના નેતા અને પાર્ટીના પ્રવક્તા ડૉ. રજનીશ સિંહે મંગળવારે રામ જન્મભૂમિ મંદિરને મળેલા દાનમાં થયેલી કથિત ગડબડની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરની કેન્દ્રીય તપાસની માંગ કરી છે.