ખાલી રૂમમાં કેમ ગૂંજે છે આપણો જ અવાજ? સોફા અને પડદા ગોઠવતા જ કેમ છવાઈ જાય છે શાંતિ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુન 2026  |   1683

જ્યારે પણ આપણે કોઈ ખાલી રૂમમાં પગ મૂકીએ છીએ, ત્યારે ત્યાં આપણો અવાજ સામાન્ય અવાજની જેમ ગૂંજવા લાગે છે. સહેજ ખાંસવા કે પછી પગ પછાડવા પર પણ એવું લાગે છે કે, રૂમની દિવાલો સૂર પુરાવી રહી હોય. ઘણા લોકો આ અનુભવને થોડો ડરામણો કે રહસ્યમય માની લે છે, પરંતુ અસલમાં આ કોઈ જાદુઈ કે ભૂતિયા વાત નથી, પણ તેની પાછળ વિજ્ઞાનનો અનોખો નિયમ કામ કરે છે, ચાલો જાણીએ..

જ્યારે પણ આપણે કોઈ બંધ ખાલી જગ્યા પર ઊભા રહીને કંઈક બોલીએ છીએ, ત્યારે આપણા મોંમાંથી નીકળતો ધ્વનિ હવામાં તરંગોના સ્વરૂપે આગળ વધે છે. આ બિલકુલ ખાલી રૂમમાં આ ધ્વનિ તરંગોના રસ્તાને રોકનાર કે ટોકનાર કોઈ હોતું નથી. રૂમની એકદમ સપાટ અને નક્કર દિવાલો, ભોંયતળિયું અને છત આ તરંગો માટે કોઈ અરીસાની જેમ કામ કરે છે. જેવો અવાજ આની સાથે અથડાય છે, તે તરત જ પલટાઈને પાછો આપણા કાન તરફ દોડી આવે છે. રસ્તામાં કોઈ અવરોધ ન હોવાને કારણે આ અવાજ વારંવાર અથડાય છે અને ગૂંજવા લાગેસોફા, પડદા અને કાર્પેટ કેવી રીતે કરે છે સાઉન્ડ એબ્સોર્પ્શન? હવે માની લઈએ કે, તમે તે જ ખાલી રૂમમાં રહેવાની તૈયારી કરી લીધી અને ત્યાં સોફા, બેડ, કબાટ, બારીઓ પર જાડા પડદા અને જમીન પર જાડી કાર્પેટ પાથરી દીધી. હવે જ્યારે તમે ત્યાં જશો અને બોલશો તો તમારો અવાજ પહેલાની જેમ બિલકુલ ગૂંજશે નહીં. આનું કારણ એ છે કે, રૂમ ભરાઈ ગયા પછી ત્યાં હાજર કપડાં, લાકડું અને ગાદલાંવાળો સામાન ધ્વનિ તરંગો માટે એબ્સોર્બરનું કામ કરે છે. જેના કારણે આ નરમ વસ્તુઓ પોતાના અંદર અવાજને સોષી લે છે અને તેને પાછો પલટાઈને દિવાલો સુધી જવા દેતી નથી, જેથી રૂમમાં તરત જ શાંતિ છવાઈ જાય છે. વિજ્ઞાનના નિયમોનું માનીએ તો, એકદમ સ્પષ્ટ પડઘો સાંભળવા માટે આપણી અને આપણી સામે હાજર દિવાલ વચ્ચે ઓછામાં ઓછું ૧૭.૨ મીટરનું અંતર હોવું જરૂરી છે. આવું એટલા માટે થાય છે, કારણ કે માનવ મગજને અલગ-અલગ અવાજાે વચ્ચેનો તફાવત સમજવા માટે ઓછામાં ઓછી ૦.૧ સેકન્ડ જાેઈએ છે. હવામાં ધ્વનિની ઝડપ લગભગ ૩૪૪ મીટર પ્રતિ સેકન્ડ હોય છે. આ ઝડપથી અવાજને જઈને અને અથડાઈને પાછા આવવામાં ૦.૧ સેકન્ડનો સમય લાગે, તે માટે ઓછામાં ઓછું ૧૭.૨ મીટરનું અંતર હોવું ખૂબ જ જરૂરી છે. નાના રૂમમાં ઇકો અને રેવરબરેશનનો તફાવત: હવે તમારા મનમાં સવાલ આવી શકે છે કે, આપણા ઘરના રૂમ તો ૧૭.૨ મીટર જેટલા મોટા નથી હોતા, છતાં પણ ત્યાં અવાજ કેમ અને કેવી રીતે ગૂંજે છે? ખરેખર નાના રૂમોમાં આપણને જે અવાજ વારંવાર સંભળાય છે, વિજ્ઞાનની ભાષામાં તેને પડઘો નહીં પરંતુ રેવરબરેશન કહેવામાં આનાના રૂમોનું અંતર ઓછું હોવાને કારણે અવાજ ૦.૧ સેકન્ડ કરતાં પણ પહેલાં અથડાઈને પાછો આવી જાય છે. આ સ્થિતિમાં આપણું મગજ બંને અવાજાેને અલગ કરી શકતું નથી, પરંતુ આપણને આપણો જ મૂળ અવાજ થોડો લાંબો, ભારે અને ખેંચાયેલો અનુભવાય છે. જ્યારે કોઈ ખાલી હોલ કે મોટા રૂમમાં કોઈ ફર્નિચર નથી હોતું, ત્યારે આપણા અવાજાેની તાકાત ઘણી વાર સુધી ખતમ થતી નથી.વે છે. તે વારંવાર દરેક ખૂણેથી અથડાઈને આપણું કાન સુધી પહોંચે છે, જેના કારણે આપણને આપણો અવાજ થોડો બદલાયેલો, વધુ તીવ્ર અને ભારે સંભળાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution