સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી માટે NDA  કેમ તલપાપડ થઈ રહી છે? 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026  |   3267

સંસદમાં સીમાંકન અને ‘વન નેશન, વન ઈલેક્શન’ જેવા દૂરોગામી ફેરફારો લાગુ કરવા માટે સરકારને બંધારણીય સુધારાની જરૂર છે. એપ્રિલ ૨૦૨૬માં ૧૩૧મું બંધારણીય સુધારો બિલ લોકસભામાં પસાર ન થઈ શક્યા બાદ ભાજપના નેતૃત્વ હેઠળની દ્ગડ્ઢછ કોઈપણ ભોગે બે-તૃતીયાંશ બહુમતી મેળવવાની રણનીતિ પર કામ કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સીમાંકન દ્વારા મોદી સરકારનો પ્લાન લોકસભાની બેઠકો ૫૪૩થી વધારીને ૮૫૦ કરવાનો છે. બંધારણીય સુધારા માટે સંસદના બંને ગૃહોમાં હાજર રહીને મતદાન કરનારા સભ્યોની ઓછામાં ઓછી બે-તૃતીયાંશ બહુમતી અને ગૃહની કુલ સભ્ય સંખ્યાની પૂર્ણ બહુમતી હોવી અનિવાર્ય હોય છે. આ ગણતરી મુજબ ૫૪૩ બેઠકો ધરાવતી લોકસભામાં આ જાદુઈ આંકડો ૩૬૨નો છે. એપ્રિલ ૨૦૨૬માં સીમાંકન બિલની તરફેણમાં માત્ર ૨૯૮ વોટ જ પડ્યા હતા. તમને જણાવી દઈએ કે, હાલમાં લોકસભામાં ૫૪૦ સાંસદો હાજર છે અને ત્રણ બેઠકો ખાલી છે. ભાજપની આગેવાની હેઠળની NDA હવે કોઈપણ ભોગે ગૃહમાં બે-તૃતીયાંશ એટલે કે ૩૬૦ સાંસદોનો આંકડો મેળવવા રણનીતિ ઘડી રહ્યું છે. ૨૪૫ બેઠકો ધરાવતા રાજ્યસભામાં બહુમતીનો આંકડો ૧૬૪નો છે. સરકાર જરૂરી આંકડા સુધી નહીં પહોંચે, ત્યાં સુધી સીમાંકન, મહિલા અનામતનો અમલ અને ચૂંટણી સુધારા જેવા સરકારના સૌથી મોટા એજન્ડા અધ્ધરતાલ જ રહેશે.


TMCના ‘સંકટમોચક’ વધુ બે સાંસદોની ભાજપ સાથે બંધબારણે બેઠક

હવેTMCના સંકટમોચક અને મમતાના ખાસ કહેવાતા નેતા જ બળવાખોર બની ગયા છે અને તેમણે ભાજપ નેતા સાથે મુલાકાત પણ કરી લીધી છે. ટીએમસીના બળવાખોર જૂથના નેતા અને અભિનેત્રી શતાબ્દી રૉય અને મમતાના મહત્ત્વના નેતા સુદીપ બંદોપાધ્યાયે શનિવારે દિલ્હી પહોંચ્યા હતા અને સીધા જ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ટીએમસીની વર્તમાન સ્થિતિ એવી છે કે, ૧૯ સાંસદોએ બળવો કરીને પોતે અસલી ટીએમસી હોવાનો દાવો કર્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution