લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુલાઈ 2026 |
2376
પતિના મિત્રએ અશ્લીલ વીડિયો ઉતાર્યા બાદ બ્લેકમેઇલ કરી પૈસાની માગણી કરવા સાથે શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણાતાએ ઝેર ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર કાપોદ્રામાં રચના સર્કલ પાસે ચૌહાણ પરિવાર રહે છે. ભાવનગરના પાલીતાણા તાલુકાનો વતની એવા આ ચૌહાણ પરિવારની સૌથી નાની દીકરી લતા (નામ બદલ્યું છે)ના લગ્ન કાપોદ્રામાં જ રહેતાં મકવાણા પરિવારમાં થયા હતાં. ફેબ્રુઆરી ૨૦૨૫માં લગ્ન બાદ લતાં સાસરે રહેવા ગઇ હતી. ગત ૯મી જુલાઇએ એકતા તેના ભાઈ તુષારના ઘરે રહેવા આવી હતી.
આ દરમિયાન લતા થોડી ઉદાસ અને ટેન્શનમાં રહેતી હોય તેવું જણાતા તુષારે એ અંદે પૂછ્યું હતું. લતાએ ભાઇને જણાવ્યું હતું કે, તેણીના પતિના મિત્ર રામ ગોહિલ તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતો હોય તે અવાર નવાર અમારા ઘરે આવતો હતો. ચારેક મહિના પહેલા રામ અચાનક ઘરમાં આવી ગયો ત્યારે તે બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. રામ ગોહિલે તેણીનો નગ્ન અવસ્થામાં વીડિયો ઉતાર્યો અને ફોટા પણ પાડ્યા હતાં. રામે આ ફોટા અને વીડિયો તેને મોકલી બ્લેકમેઇલ કરી પૈસાની માંગણી કરી રહ્યો છે.
લતાએ તેના ભાઇને એમ પણ જણાવ્યું કે, મેં રામ ગોહિલને પૈસા નહીં હોવાનું કહ્યું તો તેણે મને માર માર્યો હતો. સાથે જ આ વીડિયો અને ફોટા મારા પતિને મોકલી દેશે એવી ધમકી પણ આપી રહ્યો છે. બે મહિના પહેલા લતાનો આખો પરિવાર રામ ગોહિલના ફાર્મ હાઉસમાં ગયો હબતો. જ્યાં પણ રામ ગોહિલે પૈસાની માંગણી કરી ગુસ્સે ભરાઇ તેણીનું માથુ દીવાલમાં ભટકાવ્યું હતું. વીસેક દિવસ પહેલા લતા સ્નેહમુદ્રા સોસાયટી પાસે શ્રીરામ મોબાઈલ વાળા કોમ્પલેક્ષમાં કામ પર ગયેલી ત્યારે રામ ત્યાં આવી ગયો હતો. રામ ગોહિલે કારખાનામાં લતા સાથે માથાકૂટ કરી લાફો મારી દીધો હતી.
બાથરૂમમાં સ્નાન કરી વેળા ઉતારી લીધેલા નગ્ન વીડિયોનાં આધારે રામ ગોહિલ બ્લેકમેઇલ કરી પૈસાની માગણી સાથે મારઝૂડ કરી રહ્યો હોવાનું બહેન લતાએ જણાવતાં તુષારે આ બાબતે મોટાભાઇ સાથે વાત કરી હતી. મોટાભાઇએ બનેવીને કોલ કરી મળવા બોલાવ્યા અને પછી તેમના મિત્ર રામ ગોહિલની સમગ્ર કરતૂત જણાવી હતી. જેથી બનેવીએ આપણે રામ ગોહિલનાં મોટાભાઇને મળી તેને સમજાવીએ એમ કહ્યું હતું.
૧૧મી જુલાઇએ લતાના બે ભાઈ અને પતિ રામ ગોહિલના મોટાભાઇ ઉમેશને મળ્યા હતાં. તેમણે રામે ઉતારેલા વીડિયો, બ્લેકમેઇલિંગ, મારઝૂડ અને પૈસાની માગણી અંગે વાત કરી હતી. આ સાંભળી ઉમેશે રામને બોલાવ્યો અને વાતચીત કરતાં તેણે હવે પછી લતાને હેરાન પરેશાન નહીં કરૂ આવે ખાતરી આપી હતી. સાથે જ ઉમેશે પણ રામની બાંહેધરી લઇ તેનો મોબાઈલ ફોર્મેટ મારી વીડિયો ડિલીટ કરી નાંખીશ એમ કહ્યું હતું. લતાના સાસરિયા અને રામ ગોહિલ એક જ ગામના વતની હોય સમાધાનથી મામલો આટોપી લેવાયો હતો. જાે કે, ત્યારબાદ પણ લતા ટેન્શનમાં જ રહેતી હતી. આવી મનોસ્થિતિમાં તેણીએ ૧૩મી જુલાઇએ કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જેના પગલે ભાઈ તુષારે કાપોદ્રા પોલીસનો સંપર્ક સાધી માધુ ગોહિલ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.