ચોથા રાજ્ય નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસે પદભાર સંભાળ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, નવેમ્બર 2024  |   68904

ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણુક કરાઇ હતી. જેના અંતર્ગત યમલ વ્યાસે આજે નવા સચિવાલય, ગાંધીનગર ખાતે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા બે દિવસ અગાઉ ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિયુક્તિ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજયના મુખ્ય સચિવ રાજકુમારની સહી સાથે એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું હતું. આ નોટિફિકેશનમાં જણાવાયું હતું કે, ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત એક્ટ-૧૯૯૩ની જાેગવાઈ મુજબ ચોથા રાજ્ય નાણાં આયોગ (ફોર્થ સ્ટેટ ફાઇનાન્સ કમિશન)ના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસે આજે ગાંધીનગરના નવા સચિવાલય ખાતેના બ્લોક નંબર ૨ના પાંચમા માળે આવેલી કચેરીમાં સત્તાવાર રીતે પદભાર સાંભળ્યો હતો. આ અવસરે તેમને અધિકારી, પદાધિકારીઓ સહિતનાએ શુભકામનાઓ પાઠવી હતી. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution