બાંધકામના નિયમોને ન અનુસરવા બદલ ૧૧ સાઈટ સીલ કરી દેવાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓક્ટોબર 2026  |   2178

શિયાળાની શરૂઆત સાથે જ અમદાવાદ શહેરમાં વધતા વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા અને પર્યાવરણના નિયમોનું કડક પાલન કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ હવે એક્શન મોડમાં આવી ગયો છે. ઉત્તર-પશ્ચિમ ઝોન દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સઘન ડ્રાઈવમાં બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરતી કુલ ૧૧ જેટલી મોટી બાંધકામ સાઈટ્સને સીલ કરી દેવામાં આવી છે. આ કડક કાર્યવાહીથી શહેરી બાંધકામ ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે.

એસ્ટેટ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોતા, થલતેજ, ચાંદલોડિયા અને બોડકદેવ જેવા પોશ વિસ્તારોમાં ચાલી રહેલા બાંધકામ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે અનેક બિલ્ડરો દ્વારા બાંધકામની ઊંચાઈની સાપેક્ષમાં ફરજિયાત ગ્રીન નેટ લગાવવામાં આવી ન હતી. આ ગ્રીન નેટના અભાવે બાંધકામ સ્થળેથી ઉડતી સિમેન્ટ અને રેતીની ધૂળ સીધી ખુલ્લા વાતાવરણમાં ભળતી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે પ્રદૂષણ ફેલાતું હતું અને સ્થાનિક રહેવાસીઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી હતી. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને શિયાળાની ઋતુમાં હવાની ગુણવત્તા સતત કથળવાની દહેશત રહે છે, જેને ધ્યાનમાં રાખીને છસ્ઝ્રએ પ્રદૂષણ નિયંત્રણ માટે આ કડક પગલાં લીધા છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution