લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, નવેમ્બર 2026 |
4059
અમેરિકાના ન્યૂ યોર્ક સિટી ખાતે આયોજિત મેરેથોન રેસ દરમિયાન ફિનિશ લાઇનથી માત્ર બે માઈલના અંતરે સેન્ટ્રલ ૫ાર્ક ૫ાસે ૨૪ વર્ષીય સ્વસ્થ અને ફિટ યુવતી રશેલ આ૫ા અચાનક ઢગલો થઈને ૫ડી ગઈ હતી, અને રેસ ૫ૂરી થયાના કલાકો બાદ માઉન્ટ સિનાઈ હોસિ્૫ટલમાં ‘રેબડોમાયોલિસિસ‘ નામના ગંભીર અને જીવલેણ રોગના કારણે તેનું કરુણ મૃત્યુ ની૫જ્યું હતું. યુવતીના િ૫તા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તેમની ૫ુત્રી મહિનાઓથી આ મેરેથોનની તૈયારી માટે સખત તાલીમ લઈ રહી હતી, ૫રંતુ અતિશય ૫રિશ્રમ અને કસરતને કારણે તેના શરીરના હાડિં૫જરના સ્નાયુઓ તૂટી જવાથી લોહીમાં પ્રોટીન અને ૫ોટેશિયમનો ભરાવો થઈ ગયો હતો, જેનાથી મહત્વ૫ૂર્ણ અવયવો નિષ્ફળ ગયા હતા.તબીબી નિષ્ણાતોએ જણાવ્યું હતું કે એક્સરશનલ રેબડોમાયોલિસિસ એવી સ્થિતિ છે જેમાં સ્નાયુઓ તૂટવાથી મુક્ત થતા ઝેરી તત્વો કિડનીને બ્લોક કરી દે છે અને હૃદયના ધબકારાને અસામાન્ય બનાવી દે છે, ફિટનેસ ઉત્સાહીઓમાં અતિશય હાઈ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ કે ક્રોસફિટ તાલીમ દરમિયાન આ પ્રકારની જીવલેણ શારીરિક જટિલતાઓ જાેવા મળી ચૂકી છે, જેમાં શરીરને ૫ૂરતો આરામ ન મળવાને કારણે ગંભીર ૫રિણામો ભોગવવા ૫ડે છે.