વેનેઝુએલા ભૂકંપમાં ૫૮૯નાં મોત : ૩૯,૦૦૦ લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આંશકા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, જુન 2026  |   1683


દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં આવેલા બે ભૂકંપમાં અત્યાર સુધીમાં ૫૮૯ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે ૨,૯૮૦ લોકો ઘાયલ થયા છે. વેનેઝુએલામાં બુધવારે એટલે કે ૨૫ જૂને વર્ષ ૧૮૨૧ના કારાબોબો યુદ્ધની યાદમાં રાષ્ટ્રીય રજા હતી. તેથી મોટાભાગના લોકો ઘરોમાં હતા અને ફીફા વર્લ્ડ કપ મેચ જાેઈ રહ્યા હતા. આનાથી કાટમાળ નીચે દટાયેલા લોકોની સંખ્યા વધુ હોવાની આશંકા છે.સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, કાટમાળની અંદરથી અવાજાે આવી રહ્યા છે. સરકારે મોડી રાત્રે જણાવ્યું કે ૩૯ હજારથી વધુ લોકો ગુમ છે. ભૂકંપની ભયાવહતાનું અસલી ચિત્ર હજુ આવવાનું બાકી છે. અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપથી ૧૦ હજારથી વધુ લોકોના મોત થવાની ૪૪% આશંકા છે. જ્યારે, એક લાખ લોકોના જીવ ગુમાવવાની ૩૦% આશંકા છે.

આ આફતથી વેનેઝુએલાની અર્થવ્યવસ્થાને ૯.૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે કટોકટી જાહેર કરી છે. નરેન્દ્ર મોદીએ રોડ્રિગ્ઝ સાથે વાત કરીને મદદની ઓફર કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution