ટ્રક પાછળ ક્રૂઝર ઘૂસી જતાં એક જ પરિવારનાં ૯ મોત : ૬ વ્યક્તિને ઈજા 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, નવેમ્બર 2026  |   2574

રાજસ્થાનના કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર શંભુપુરા નજીક મોડી રાત્રે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના નવ સભ્યોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય છ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. 

ખાટુ શ્યામ મંદિરનાં દર્શન કરીને મહારાષ્ટ્ર પરત ફરી રહેલા પરિવારની ક્રૂઝર કાર રસ્તા પર ઊભેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.ક્રૂઝર કારમાં ૧૬ લોકો સવાર હતા. પરિવાર ખાટુ શ્યામ મંદિરનાં દર્શન કરીને મહારાષ્ટ્ર તરફ પરત ફરી રહ્યો હતો. દરમિયાન કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર શંભુપુરા નજીક કારચાલકને અચાનક ઝોકું આવી જતાં વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે પૂરપાટ ઝડપે દોડી રહેલી ક્રૂઝર કાર રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતની ભયાનકતાને કારણે કારમાં સવાર નવ વ્યક્તિએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા.પરિવારની ખુશીઓ ક્ષણવારમાં માતમમાં ફેરવાઈ ગઈ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution